પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૯ )


મૃત્યુ, જાગૃતિ અને સુષુપ્તિ, એ દ્વંદ્વો પણ એ જ આકાશમાં રમે છે. ભારતે અનેક તડકાછાંયા જોયા છે, અને પોતાની અંધારપળમાં પણ તે શુદ્ધ ધર્મને નહિ તો તેની સબળ છાયાને પણ વળગી રહીને તે પોતાનો શ્વાસ ટકાવી રાખી શક્યું છે. પ્રભુકૃપાએ એ અંધારપળ પણ હવે પૂરી થઈ છે અને પ્રકાશનાં આછાં પગલાં બધે પાછાં પડવા માંડ્યાં છે, ત્યાં એ છોયાને બદલે પાછી તીવ્ર ધર્મભક્તિ બધે ફરવા માંડી છે, અને એ ધર્મભક્તિની સાથે દેશભક્તિ પણ પુનઃ જાગવા લાગી છે. વીજળીના ચમકારાની પાછળ ગગડાટનો કડાકા થાય છે, તેમ હાલના મહાયુદ્ધમાં થયલા ધર્મોજયની પાછળ દેશભક્તિની ગર્જના દુનિયાની તમામ પ્રજાઓમાં ગાજી ઊઠી છે, તો ભારતની ધર્મભક્તિવાળી પ્રજાના હૃદયમાં પણ એ જ દેશભક્તિનો કડાકો થાય તો તેમાં નવાઈ નથી.

આ પુસ્તકમાંનાં કાવ્યોની પ્રેરણાનું મૂળ પણ એ જ વિચારોમાં રહેલું છે. ભારત અને બ્રિટાનિયાનો સંબંધ પણ કંઇ કંઇ રાજસી અને તામસી વૃત્તિઓના ઉકળાટ છતાં સાત્વિક ધર્મવિચારોને લીધે જ ઈશ્વરેચ્છાએ બંધાયો હતો અને હજી તેથી જ તે ટકી પણ રહ્યા છે. ભારતની ઊંડી સુષુપ્તિ બ્રિટાનિયાના દેશભક્તિ, સ્વાર્થત્યાગ, સ્વાતંત્ર્ય- સેવન અને સત્યન્યાય, એ સમર્થ ગુણોના સંસર્ગ અને દર્શનથી ઊડી ગઈ છે, અને એ જ ગુણોનો પ્રકાશ પાછો વધારવા તે ઉત્સુક બન્યું છે. હાલના મહાયુદ્ધને પરિણામે આખી દુનિયામાં ચળવળ ઊભી થઈ છે, અને સત્ય તથા ન્યાયનાં અચળ સૂત્રો આગળ ધરીને ન્હાનીમ્હોટી પ્રજાઓ પોતાના પ્રજાત્વના હકની માગણી કરે છે અને તે માગણી મહારાજ્યોએ સ્વીકારી પણ છે. એ મહાયુદ્ધમાં ભારત પોતાના અડગ ધર્મથી પાતાંના સમ્રાટ્ પતિને પડખે રહીને અનેક વીરપુત્રો