પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને અઢળક ધનનો ભોગ આપીને કૃતાર્થ થયું છે. એ મહાયુદ્ધમાં સામેલ થઇને ધર્મનું તથા પોતાનું રક્ષણ કરવા બ્રિટાનિયાએ ભારતને આવાહન દીધું અને ભારતે તે આનન્દથી સ્વીકાર્યું અને ભારતનો એ મહાપ્રયત્નર એ યુદ્ધનો અંત જલદી લાવવામાં કેટલી સહાયભૂત થયો એ સર્વ વાત તો હવે જગતપ્રસિદ્ધ છે.

આ ગ્રંથમાંનાં કાવ્યોનો ઉદ્ભવ એ જ આવાહનકાળે થયો હતો. જગતના આ પરિવર્તનકાળે દેશદેશના કવિઓનાં હૃદય ધધણી ઊઠ્યાં છે, તો ભારતના કવિઓનાં દિલ પણ ડોલાયમાન થાય તે સ્વાભાવિક જ છે. હત્‌ભાગ્યે ભારતમાં હમણાં સુધી “ દેશભક્તિ” એ “રાજ-દ્રોહને જ પર્યાય છે એવી સમજ કેટલાક અમલદારવર્ગમાં હતી, અને તેથી પ્રજાના આત્માને ઘણી રીતે કચરાવું અને મુંઝાવું પડતું હતું. પણ બ્રિટિશ મહાજને ભારતની પ્રજાનું વ્યક્તિત્વ હવે માન્ય રાખ્યું છે અને તેને પોતાની આંતરવ્યવસ્થાના હક સંપૂર્ણ પણે મેળવવાના માર્ગે ચડાવ્યું છે, તો આશા છે કે ઉપલી ગેરસમજ હવે વધુવાર ટકવા પામશે નહિ. ધર્મયુક્ત દેશભક્તિના પોષણથી જ ભારતની સત્ય ઉન્નતિ સત્વર થવા પામશે, અને ભારતની ઉન્નતિમાં જ બ્રિટિશ સામ્રાજ્યની મહત્તા અને સલામતી છે. ભારત અને બ્રિટાનિયાને જગતમાં હવે સાથે સાથે ઊભવું છે, અને એ સંબંધ કાવવા અને વધારવા પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સહનશીલતા રાખવાં જોઇએ. સંબંધીને સાથે રાખવા તેને સ્વશક્તિથી ચાલવા દેવા અને સામાન્ય ભય વેળાએ તે આંતરબળથી એક્સરખા ખડા થઈ શકે તેમ કરવામાં જે લાભ અને નિર્ભયતા છે, તે તેને નિર્બળ અને પરતંત્ર કરીને મને-કમને પાછળ ઘસડવામાં નથી. સ્વાશ્રય એ ઉન્નતિનું મૂળ છે અને મ્હોટાની મહત્તા