પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
બીરબલ વિનોદ.

મળી ગયો. તે યુવક સારો ભણેલો પણ હતો એટલે પોતાના નિર્વાહ માટે કોઈ યોગ્ય નોકરી શોધવા દિલ્હીમાં આવ્યો હતો. બીરબલે તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો અને જણાવ્યું કે “હું પેલી વઢકણી રામબાઇની પુત્રી સાથે તારાં લગ્ન કરી આપીશ અને તારો સંસાર સારી રીતે ચાલે એ માટે પણ યોગ્ય બંદોબસ્ત કરી આપીશ. પરંતુ, એવી શરતે કે તારે પોતાને મારા ભાઈ તરીકે ઓળખાવવો.”

બીરબલના આવા કથનથી પેલા યુવકના હર્ષનો પાર ન રહ્યો અને તેણે બધી વાત માન્ય રાખી. થોડા દહાડામાં લગ્નની બધી તૈયારી થઈ, શુભ મુહુર્તમાં લગ્ન પણ થયાં. કન્યાને સાસરીયે મોકલવા માટેનો શુભ દિવસ નક્કી કરવા ગોર રામબાઈને ઘેર ગયો અને ચોક્કસ દિવસ મુકરર કર્યો પછી તેણે કહ્યું “રામબાઈ ! તમારા કરતાં તમારી પુત્રી ચઢીયાતી થાય તોજ ખરી.” રામબાઈ પ્રથમથીજ ચડાઉ અને ઉછ્રંખલ હતીજ અને વળી પોતાની દિકરી તેના પતિને વધારે વશ રાખે એમ ઈચ્છતી જ હતી, એટલે તેને તો આ વચનોએ વિશેષ પુષ્ટિ આપી. તેણે ગોર મહારાજને હસ્તે વદને કહ્યું “મહારાજ ! તમે પણ જોઈ લેશો કે મારી પુત્રી કેવા નાચ નચાવે છે." ગોર મહારાજ ત્યાંથી ખુશખુશ થતા વિદાય થયા.

જે દિવસે પુત્રી સાસરે જવાની હતી તે દિવસે રામબાઈએ તેને એક નવો જોડો આપી કહ્યું “પુત્રી ! જો તું મારી પુત્રી હોય તો મારા કરતાં પણ વધારે ધાક તું તારા ધણી ઉપર બેસાડજે. હું તો દરરોજ દસ જોડા