પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
લોખંડી ગુરુભાઈ.

મારૂં છું, પણ જો તું પંદર જોડા તારા ધણીને વધારે મારે તોજ મારી ખરી દીકરી. અને જો એ પ્રમાણે તેં ન કર્યું તો પછી હું તારૂં મોઢું કદિ પણ જોઈશ નહીં.”

છોકરીએ બધી વાત કબુલ રાખી, ઘરમાંથી સાસરીયે જતી વખતે રામબાઈએ પોતાના ધણીને પણ તેની સાથે મોકલ્યો. બીરબલે પેલા યુવકને પ્રથમથી જ બધી રીતે સમજાવી રાખ્યો હતો અને દમામમાં રહેવાની ખાસ ચેતવણી આપી હતી. કન્યા સાસરીયે આવી, પણ પતિનો ગુસ્સો અને બીરબલનો પણ કડક મિજાજ જોઈ તેના હોંશકોશ ઉડી ગયા અને પતિને જોડા મારવાનું તો ભૂલી જ ગઈ, બલ્કે તેને પોતાને જ જોડા પડશે એ વિચારે તેને ધ્રુજાવી મૂકી.

બીરબલે પોતાના વેવાઈને થોડા દિવસ પોતાને ત્યાં જ રહેવાની અરજ કરી હતી, જે તેણે ઘણી જ ખુશીથી- જોડાના મારમાંથી બચવા માટે-કબુલ રાખી. બીરબલે પોતાનું એક કામ પાર પડેલું જોઈ બીજું કામ હાથ ધરવાનો વિચાર કર્યો. એક દિવસ રાત્રે જમ્યા પછી બીરબલ અને મારખાઉ વિષ્ણુજી બેઠાબેઠા વાતો કરતા હતા. તે વખતે જાણે બીરબલ જાણતોજ ન હોય તેમ તેણે વિષ્ણુજીના વાંસા ઉપર હાથ ફેરવીને પૂછયું "વિષ્ણુજી ! આપનો વાંસો આ ખાડા ખડબચડાવાળો કેમ થઈ ગયો છે ?”

પેલા બીચારાએ બધી બીના સ્વિસ્તર કહી સંભળાવી. બધી વાત સાંભળી રહ્યા પછી બીરબલે કહ્યું “એનો ઉપાય મારી પાસે છે, તે જો તમે અજમાવી જુઓ તો હું ઘણી ખુશીથી બતાવીશ.” વિષ્ણુએ તે વાત કબુલ