લખાણ પર જાઓ

પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
બીરબલ વિનોદ.


રાખી એટલે બીરબલે કહ્યું “તમે ચાર મહીના સુધી મારે ત્યાં જ રહો અને દરરોજ સ્હવારે આંગમાંથી પરસેવો છૂટે ત્યાં સુધી તમારે દંડવત્ (લાંબા થઈને સુવું અને ઉઠવું) કરવા."

પેલાએ બીરબલના કહેવા પ્રમાણે દરરોજ કસરત કરવા માંડી, અને બીરબલે ઉપરથી સારૂં સારૂં ખાવાને આપવા માંડયું, એટલે ચાર મહીનામાં વિષ્ણુજી લઠ્ઠ જેવા બની ગયા. તે પછી બીરબલે લુહાર પાસે એક નકશીદાર લોખંડી લાકડી બનાવી તેને સુંદર રંગ અપાવીને વિષ્ણુજીને આપી કહ્યું “લો આ એક ચમત્કારી લાકડી છે. એનું નામ લોખંડી ગુરૂભાઈ છે. ચોગ્ય વખતે વિચાર પૂર્વક એને ઉપયોગ કરશો તો તમારી સ્ત્રીના દુ:ખમાંથી મુક્ત થશો.” એમ કહી તેને ઘેર રવાના કર્યો.

રામબાઈએ પોતાના ધણીને આજે પાંચ મહીને ઘેર આવતો જોઈ તેની ખુશીનો પાર ન રહ્યો. તેણે પાંચ મહીનાના કેટલા જોડા થયા એનો હીસાબ ગણી રાખ્યો હતો. તેમજ ધણીનું શરિર પણ રૂષ્ટપુષ્ટ થયેલું જોઈ, જોડા મારવાની ગમ્મત પડશે એ વિચારે તેને હર્ષઘેલી બનાવી મૂકી હતી. વિષ્ણુજી બીચારા ઘણે લાંબેથી આવેલા હોવાની દરકાર કર્યા વગર જોડા ખાવાની જગ્યાએ જઈ બેસવાનો તેણે હુકમ કર્યો. વિષ્ણુજી પણ હવે ચાલાક બન્યા હતા, તેમણે લોખંડી ગુરૂભાઈને પેલી રામબાઈ ન જોઈ શકે એવી રીતે સંતાડી રાખ્યો અને ગુપચુપ પેલા સ્થળે જઈ બેઠા. રામબાઈ ત્યાં ગઈ અને જેવોજ તેણે જોડો હાથમાં લીધો કે વિષ્ણુજીએ લોખંડી ગુરૂભાઈનો પ્રયોગ અજમાવ્યો