પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૨

બાદશાહે તેના કહ્યા પ્રમાણે દરબારીયોની સલાહ લઈ માફી બક્ષી પછી થોડીવારમાં જ્યારે બધા લોકો જોવાને એકઠા મળ્યા, ત્યારે તે બહુરૂપીએ નાના પ્રકારના વેશ લેવા માંડયા. છેવટે વાઘનો વેષ લીધો, તે આબેહુબ વાધ જેવોજ જણાતો દરબારીયો તેમજ અન્ય પ્રેક્ષકો ભયથી ધ્રુજવા લાગ્યા. તે વખતે એ બહુરૂપીએ વિચાર કર્યો કે “જો કઈ ગરીબ માણસને મારીશ તો તેનું કુટુંબ રખડી મરશે, મારવો તો કોઈ અમીર ઉમરાવને કે જેના વંશજો તેની દોલત ખાય. આડું અવળું જોતાં તેની નઝર અકબરના મામા શેખ હુસેન ઉપર પડી, તેને મારવામાં કાંઈ અડચણ નથી, એ વિચાર કરીને વાઘ તરતજ તેની ઉપર કૂદયો અને પંજો મારી તત્કાળ તેનો જીવ લીધો. આ બનાવથી લોકોમાં હાહાકાર વર્તી રહ્યો. અકબરની મા ત્યાં ઉપરના ભાગમાં પડદો નાંખી આ તમાશો જોવા બેઠી હતી. તે એક મોટી ચીસ પાડી બેશુદ્ધ થઈ પડી. દાસીએ ગુલાબજળ છાંટી તેને હુશીયાર કરી. તેણે હુશીયાર થતાં જ કહ્યું કે “મારા ભાઈને જેણે માર્યો તેનો પ્રાણ લેવો જોઈએ.” બહુરૂપીએ પોતાનો વેશ કાઢી નાંખ્યો, સભા બરખાસ્ત થઈ ગઈ, લોકો ત્યાંથી વિખરાઈ ગયાં. બાદશાહ મહેલમાં ગયો, પણ તેની માતા રીસાઈ બેઠી, તેણે અન્ન પાણી લેવાનું મૂકી દીધું, અકબરે પોતાની માતાને ઘણુંએ સમજાવ્યું, પણ તે કોઇ રીતે ન માની. આખરે અકબરે પ્રધાન સાથે મસલત કરીને ફરીથી કચેરી બેલાવી, બધા અમીર ઉમરાવ અને પંડીત વગેરેના મત લીધા પણ કાંઈ યોગ્ય નીવેડો આવ્યો નહીં. બાદશાહે આપેલા વચનનો ભંગ થાય નહીં અને માતાનું મન રાજી થાય એવી યુક્તિ કોઇને સુઝી નહીં. આ સઘળે વખત પેલા બ્રાહ્મણને છોકરો સુપ્રનાથ, જે એક ખૂણામાં બેઠો બેઠો બધું સાંભળતો હતો, તે આગળ આવ્યો અને હાથ જોડીને બાદશાહની સ્હામે ઉભો રહ્યો. બાદશાહે તેની તરફ નઝર કરતાં તે બેલી ઉઠયો “કૃપાનિધાન ! જો આપની