પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
બીરબલ વિનોદ.

સ્હામું જોવા લાગ્યો અને પછી પાછો નીચે જોવા લાગ્યો. આ જોઈ બાદશાહે કહ્યું “બીરબલ આ શું કરી રહ્યા છો?”

બીરબલ બોલ્યો “જહાંપનાહ! હું જાજરૂમાં જઈને આવ્યો એટલી વારમાં કોણ જાણે મારો પલંગ એક કાગળ જેટલો ઉંચો થયો અથવા ઉપરની છત નીચે આવી.”

બાદશાહ તેમજ તેની સાથે આવેલા અમલદારની અજાયબીનો પાર ન રહ્યો. બાદશાહ બોલી ઉકયો “ખરે. ખર આવું ચાતુર્ય અન્યમાં નહીં જ હોય. બીરબલ ! મેં તારા અસીમ ચાતુર્યની પરિક્ષા કરવા તારા પલંગના પાયા નીચે અકેક ચીઠી મૂકી હતી, અને તું તે પરિક્ષામાં ફતેહમંદ થયો.” એમ કહી તેણે બીરબલને ઘણીજ શાબાશી આપી.

વાર્તા ૨૪.

બળદનું દુધ

એક દિવસે રાજ્યસંબંધી કાર્યોથી નિવૃત થયા પછી બાદશાહ નિત્યના નિયમાનુસાર બીરબલ જોડે હાસ્ય વિનોદ કરવા લાગ્યો. ઘણે વખત એમાં પસાર થઈ ગયો એટલે બીરબલે ઘેર જવાની આજ્ઞા માગી. બાદશાહે રજા આપતાં કહ્યું “બીરબલ ! હું ઘણા દિવસથી તમને એક વાત કહેવાનું ભૂલી જાઉં છું. મારે માટે હકીમે એક પુષ્ટિકારક ઔષધ બતાવ્યું છે, જેમાંની બધી દવાઓ મળી આવી છે પણ બળદના દુધની ખોટ છે. માટે કોઈ પણ પ્રકારે તે લાવવું જોઈએ ."

બીરબલ તરતજ બાદશાહની અસલ નેમ કળી ગયો, તેણે આઠ દિવસમાં લાવી આપવાનું વચન આપ્યું. બાદશાહ