પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
બીરબલ વિનોદ.


બોલ્યો " જો એકાદ દિવસ વધારે થઈ જાય તોએ ચિંતા જેવું નથી, પરંતુ દૂધ લાવવું જોઈયે. ” બીરબલ "બહુ સારૂં જહાંપનાહ !” કહી ત્યાંથી ઘેર આવ્યો, અને શું કરવું એ વિચારમાં પડ્યો. બીરબલની સ્ત્રી ઘણી જ ચતુર હતી, તેણે પોતાના પતિને વિચાર ગ્રસ્ત જોઈ પૂછ્યું “દેહાધાર ! આજે આપ કેમ મુંઝવણમાં કેમ પડ્યા છો?” બીરબલ તેની બુદ્ધિમત્તાને સારી પેઠે જાણતો હતો, છતાં આ કાર્ય તેનાથી પૂર્ણ નહીં થઈ શકે એવો વિચાર કરી તેણે કહ્યું “કાંઇ નહીં. એતો સહેજ વિચાર કરતો બેઠો હતો."

પરંતુ તેની સ્ત્રી એવી ભળી ભટાક ન હતી કે સ્હેજમાં સમજી જાય, તેણે હઠ પકડી એટલે લાચારીએ બીરબલે બાદશાહની આજ્ઞા કહી સંભળાવી. તેની સ્ત્રીએ કહ્યું “એમાં તે વળી વિચારવાની શી જરૂર હતી ? લો, હું બાદશાહનો એ સવાલ પૂરો કરી આપીશ અને આઠ દિવસની અંદરજ બાદશાહને બળદનું દુધ મોકલાવી આપીશ.” આ સાંભળી બીરબલને બહુ જ આનંદ થયો અને પોતાની પ્રેમભાગિનીને પ્રેમાલિંગન આપી પ્રેમને સાક્ષાત્કાર કરાવ્યો.

ત્રણ ચાર દિવસ પછી બીરબલની સ્ત્રી દસ વીસ મેલા ફાટેલાં કપડાંની ગાંસડી લઈ અર્ધ રાત્રિને સમચે નદીએ ધોવા ગઈ, અને નદી તીરે આવેલા બાદશાહના મહેલની સ્હામે જ માટે સાદે “સીયો રામ ! સીયો રામા ” કહેતી કપડાં ધોવા લાગી. બાદશાહની નિદ્રાનો એ શબ્દોએ ભંગ કર્યો, તેણે જાગી ઉઠતાં અત્યંત ક્રોધ દર્શાવી સીપાહીઓને કહ્યું"એવો કયો ધોબી છે, જે આ સમયે મારા મહેલની