પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
બીરબલ વિનોદ.

બીરબલે હાથ જોડી કહ્યું “ગરીબપરવર ! એ સ્ત્રીના અંગમાંજ આપે બતાવેલા ચારે ગુણ રહેલા છે. કેમકે જયારે સ્ત્રી વિવાહમાં ફટાણા ગાય છે, ત્યારે પાસે બેઠેલા બાપ ભાઈ વગેરેની પણ શરમ રાખતી નથી. માટે બેશરમ. અંધારી કોટડીમાં જવા માટે જો ધણીએ આજ્ઞા કરી હોય તો કહે કે “ બાપરે! હું તો બ્હી મરૂં છું” માટે બ્હીકણ. જ્યારે સાસરે જાય છે ત્યારે મંદ સ્વરે બોલવું, અદ- બથી વર્તવું આચરે છે એટલે શરમાળ અને પુરુષની સાથે પ્રેમ સંધાયો હોય તો કાળી રાત્રિ, ભૂત કે પ્રેત કે વાઘ ચોરથી પણ ન ડરતા નિશંકપણે પોતાની ધારેલી ધારણા પાર પાડે છે, જેથી નિડર છે. ચાર જુદા જુદા માણસોને ન લાવતાં એ ચારે ગુણના ભંડારરૂપ એકજ સ્ત્રીને લાવી હાઝર કરી છે.”

બાદશાહ આથી ખુશ થયો અને ભારે ઈનામ આપ્યું.






વાર્તા ૩૩.

કઈ ઋતુ સારી.

બાદશાહે એક વેળા બીરબલને પૂછ્યું “બીરબલ ! શીયાળો, ઉનાળો અને ચોમાસું એ ત્રણેમાંથી કઈ ઋતુ સારી ?”

બીરબલે કહ્યું “ નામદાર! હું તો સર્વ કાળ કરતાં વર્ષાકાળને અધિક સારો ગણું છું, કેમકે તેના યોગે ધાન્ય પાકે છે અને રાજા તથા રંકને પોષે છે. એ ન હોય તો સર્વ નકામું.”

બાદશાહે તે વાત કબુલ રાખી, ધન્યવાદ આપ્યો.