પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
દાઢી ખેંચનારને મીઠાઈ ખવરાવો.

વાર્તા ૫૧.

દાઢી ખેંચનારને મીઠાઈ ખવડાવો.

એક વેળા બાદશાહ ઝનાના મહેલમાં બેઠો હતો એવામાં બેગમે પૌત્રને લાવી તેની ગોદમાં આપ્યો, બાળક રમતાં રમતાં એકદમ ખુશ થઈ બાદશાહની દાઢી ખેંચવા લાગ્યો. બાદશાહ ઝનાનામાંથી બ્હાર નીકળ્યો એવામાં બીરબલ આવી ચઢ્યો એટલે બાદશાહે તેને પૂછ્યું “બીરબલ ! મારી દાઢી ખેંચનારને શું કરવો જોઈયે ?” બીરબલે ચેતી જઈ કહ્યું “ જહાંપનાહ ! એને મીઠાઈ ખવડાવો. ”

આ ઉત્તર સાંભળી બાદશાહ પ્રસન્ન થઈ તેને ભેટી પડ્યો.

વાર્તા ૫૨.

રાંડ અને ભડવો.

એક પ્રસંગે બાદશાહે બીરબલને આજ્ઞા આપી કે "બાગમાંથી પુરૂષોને હટાવી પડદાનો બંદોબસ્ત કરો.”

બીરબલે બાદશાહની આજ્ઞાનુસાર પ્રબંધ કર્યા પછી વિનોદની ખાતર બાદશાહને આવી કહ્યું “ પૃથ્વિનાથ ! બીજા તો સઘળા પુરૂષો ચાલ્યા ગયા, પરન્તુ એક પુરૂષ કુવામાંથી બહાર નીકળતો નથી.” બાદશાહ બેગમને સાથે લઈ કુવામાં ભરાઈ રહેલા માણસને જોવા બીરબલ સાથે ગયો. ત્રણેએ એકી સાથે કુવામાં જોયું તો ત્રણ પડછાયા દેખાવા લાગ્યા. બીરબલ તરતજ બોલી ઉઠ્યો "હુઝૂર ! જુઓ, પહેલાં તો એ હરામઝદો એકલોજ હતો, પણ આ વખતે