પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
બીરબલ વિનોદ.

તો પોતાની સાથે એક રાંડ અને એક ભડવાને પણ તેડી આવ્યો છે."

બાદશાહ અને બેગમ એ વિનોદથી બહુજ ખુશી થયાં.

વાર્તા ૫૩.

હા, મહેરબાન !

એક દિવસે બાદશાહે કહ્યું “બીરબલ ! જેના નામની સાથે બાન લગાડવામાં આવે છે તે માણસ બહુજ લુચ્ચો હોય છે. જેમકે ગાડીબાન, દરબાન, ફીલબાન વગેરે.”

બીરબલ તરતજ હાથ જોડી બોલી ઉઠયો “ હા, મહેરબાન !”

બીરબલે પોતાને પણ લુચ્ચો બનાવેલો જાણી બાદ શાહ ચુપ થઈ ગયો.

વાર્તા ૫૪.

કુરઆનની મીંડા વિનાની ટીકા.


શેખ ફયઝી ઘણોજ વિદ્વાન મંત્રી હતો. તેણે કુરઆનની “ સબાતહુલ ઈલહામ ” નામથી એવી ટીકા બનાવી જેમાં નુક્તા (મીંડા) વાળો કોઈ પણ અક્ષર ન હતો. આ કાર્ય ઘણું જ કઠિન છે. અને ફયઝી શિવાય કોઈ અન્ય વિદ્વાન આજસુધી એવા પ્રકારની ટીકાનું પુસ્તક રચી શક્યો નથી; કેમકે ફારસી અને અરબીમાં નુકતાવાળા અક્ષર ૧૮ છે અને નુકતા વગરના ૧૫ અક્ષર છે. આમ હોવા છતાં “બિસ્મિલ્લાહ” લખવા માટે મુંઝવણ પડી, કેમકે પુસ્તકના આરંભમાં એ તો લખવી જ પડે. બહુજ વિચાર કર્યા છતાં