પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
બીરબલ વિનોદ.

માલી ચાહે બરસના, ધોબી ચાહે ધૂપ;
શાહ જો ચાહે બોલના, ચોર જો ચાહે ચૂપ.

બાદશાહે કહ્યું દોહરો તો તમે ઘણોજ ઉત્તમ બનાવ્યો, પણ હજુ એ સંતોષકારક નથી, માટે એને કોઈ બીજી રીતે કહો.” બીરબલ બોલ્યો:–

અતિકા ભલા ન બરસના, અતિકી ભલી ન ધૂપ
અતિકા ભલા ન બોલના, અતિકી ભલી ન ચૂપ.

બાદશાહ આ બંને દોહરા સાંભળી અત્યંત પ્રસન્ન થયો.

વાર્તા ૫૭.

હથેલીમાં હાથી ડૂબ્યો.

એક દિવસે એક બેગમ (રાણી) સ્હવારે ઉઠી મોઢું ધોવા બેઠી. પોતાને કપાળે ચાંદલો ચોડેલો છે એ વાત તે ભૂલી ગઈ હતી એટલે મોઢું ધોતાં તે ચાંદલો તેના હાથમાં આવી પડ્યો. એ ચાંદલામાં હાથીનું ચિત્ર હતું એથી જાણે હથેલીનાં પાણીમાં હાથી ડૂબી ગયો હોય એવો ભાસ થવા લાગ્યો. રાણીએ તે વાત બાદશાહને કહી સંભળાવી.

બપોરે દરબારનું કાર્ય સમાપ્ત થતાં બાદશાહે ગંગને પૂછ્યું “કવિજી હથેલીમાં હાથી કેમ ડૂબ્યો?”

ગંગે હાથ જોડી કહ્યું “હુઝૂર આમાં તો કાંઈક રસાલંકાર જણાય છે. સાંભળો:—

સવૈયા.

સોલ સિંગાર સજી અતિ સુંદર, રેન રમીયોં પિયા સંગરાની;
ઉઠ પ્રભાત કમલમુખ ધોવત, ટીક ખસી હથેલી લિપટાની;
તામેં ચિત્ર હતો ગજરાજ, અજીવક બૂબક કાહુ પિછાની;
કવિગંગ કહે સુન શાહ અકબર, ડૂબત હાથી હથેરીકે પાની.