પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
બીરબલ વિનોદ.


ચિન્તવ્યું જોશબંધ પૂર આવ્યું. જેનો ખળખળાટ સાંભળી અકબરે એ વિચાર કર્યો કે “અડધી રાત્રિના સમયે આ નદી શા માટે રૂદન કરે છે ? મારા રાજ્યમાં કોઈ દુ:ખી નથી, છતાં આ નદીને માથે એવું કયું દુઃખ પડ્યું હશે જે આમ વિલાપ કરે છે ?" એ વિચારોએ એવું ગંભીર રૂપ ધારણ કર્યું, કે તેણે ચોકીદારોને બોલાવી તે વિષે ખુલાસો પૂછ્યો, પણ એ બીચારા આવી તરંગી વાતનો શો જવાબ આપી શકે ? ચોકીદારોને ખુલાસો કરવા માટે અશક્ત જોઈ બાદશાહે કેટલાક દરબારીયોને બોલાવ્યા અને તે સવાલ કર્યો, પરન્તુ તેઓ પણ જવાબ ન આપી શક્યા એટલે બીરબલને બોલાવી લાવવાનો શાહે હુકમ કર્યો. સીપાહીએ બીરબલને ત્યાં જઈ તેને જગાડ્યો અને શાહનો પેગામ આપ્યો. બીરબલે પેલા સિપાહીને પૂછ્યું “ભાઈ ! અર્ધ રાત્રિને સમયે એવું કયું કામ પડ્યું છે, જેને માટે મને બોલાવવામાં આવ્યો ?” સિપાહી એ બધી વાત કહી સંભળાવી એટલે બીરબલ ઝટપટ કપડાં પહેરી સિપાહી સાથે બાદશાહની હઝૂરમાં જઈ પહોંચ્યો. બાદશાહે તેને પણ એજ સવાલ કર્યો. બીરબલે વિચાર્યું કે વરસાદના જોરથી કદાચ નદીમાં એકાએક પૂર આવી જવાથી બાદશાહ ઝબકી ઉઠ્યા હશે. તેણે કહ્યું “જહાંપનાહ ! નદી રડે એમાં નવાઈ પામવા જેવું કાંઈજ નથી, કેમકે તેનું પિયર પર્વતમાં અને સાસરીયું સમુદ્રમાં છે, એટલે તે પિયરથી નીકળી સાસરીયે જાય છે અને એ જ કારણે તે રૂદન કરે છે. કેમકે, સંસારના વ્યવહાર પ્રમાણે સાસરીયે જતાં કન્યાને માતૃપિતૃ