પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
બીવીંછીનો મંત્ર.

એટલીજ છે કે જે જગ્યાએ વીંછી કરડ્યો હોય તે જગ્યા હોઠ વડે ચૂસવી જોઈએ, અને શાહઝાદીને તો ગાલ ઉપર વીંછિ ડંખ્યો છે?!!”

બાદશાહે કહ્યું “બીરબલ ! શાહઝાદી હમણાં બાળક છે અને વળી તારો સંબંધ કાકા જેવો છે, એટલે કાંઈ મરજાદ જેવું નથી. માટે જલદીથી વીંછી ઉતારવાની કોશિષ કર.”

બીરબલે તરતજ શાહઝાદીને ચુંબનો લેવા માંડ્યા અને જે દરબારીયોએ શરત લગાવી હતી તેમને ઇશારો કર્યો. થોડીવારે શાહઝાદીએ કહ્યું “હવે વેદના મટી ગઈ છે. એટલે બીરબલે ચુંબને લેવાનું બંધ કર્યું અને એ જાણે શરત જીત્યો.

પેલા દરબારીએ બાદશાહને કહ્યું “હુઝૂર ! એ મંત્ર તો અમને પણ આવડતો હતો, છતાં શાહી અદબને કારણે અમે તે ઝાહિર ન કરી શક્યા.” બાદશાહે કહ્યું “ખે૨, પણ તમે આ વાત મને અત્યારે પણ કહી એ ઠીક કર્યું, કેમકે કદાચ એવો પ્રસંગ આવી લાગે અને બીરબલ હાઝર ન હોય તે તમને એ કાર્ય સોંપી શકાય.”

બીરબલ જોડે લગાવેલી શરત પ્રમાણે દરબારીયોએ દસ હઝાર રૂપીયા આપવાનો ઈન્કાર કર્યો. બીરબલ તેનો બદલો વાળવાનો લાગ જોતો હતો. એક દિવસ બાદશાહ તેમના બધા દરબારીયો સાથે ઉજાણીએ ગયો. ચોમાસું મસ્તાન હતું, ચારે તરફ લીલું ઘાસ ઉગી નીકળ્યું હતું. બીરબલ લાગ જોઈ ઘાસ ઉગ્યું હતું ત્યાં પેશાબ કરવા ગયો અને ત્યાંથીજ “અરેરેરેરે ! ! વીંછી કરડ્યો !” એવી