પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
સાકરનો હીરો.


મકાનપર ગયો, બીરબલે તેને પોતા પાસે બોલાવી પોતાને એહવાલ જણાવવા કહ્યું.

ડોસો બોલ્યો “મહારાજ ! હું એક હુન્નરી માણસ છું, પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે વિશેષ મહેનતનું કાર્ય કરી શકતો નથી. આપ એતો જાણો જ છો કે વિદ્યા અને લક્ષ્મીને હડહડતું વેર છે ! એટલે બહુધા જ્યાં વિદ્યા હોય ત્યાં લક્ષ્મીનો અભાવજ હોય છે અને જ્યાં લક્ષ્મી હોય ત્યાં વિઘા ભાગ્યેજ વાસ કરે છે. છતાં પણ એથી દિલગીર ન થતાં હું માનું છું કે “ હુન્નર એક સાચો કીમતી હીરો છે અને આપના જેવા પરિક્ષક-કદરદાનો તેને પારખવા માટે મોજૂદ છે. નામદાર ! મારો એકનો એક પુત્ર, કે જે મને રળી ખવડાવતો હતો, તે પણ પંદર દિવસ થયાં આ સંસારમાં મને રઝળતો મૂકી પરલોક સિધાવ્યો એટલે મારી ઘણીજ કઢંગી અને લાચાર અવસ્થા થઈ પડી છે. ગઈ કાલે મારે ત્રીજો અપવાસ કરવો પડ્યો હતો, એથી કંટાળી હું રડીને રડીને, પરમાત્મા પાસે પ્રાર્થના કરતો હતો. જો આપ મને થોડીક સહાયતા અપાવો તો, હું આ પનો જન્મોજન્મ હ્રુણી રહીશ અને ઈશ્વર તમારી સદા જય કરશે ! ”

બીરબલને તેની ઘણીજ દયા આવી. તેણે તેને આશ્વાસન આપી પોતાના નોકર સાથે ખાવાનું મંગાવી તેને ખવડાવ્યું અને થોડાક રૂપીઆ આપી કહ્યું “કાકા ! તમે એક કારીગર પુરૂષ છો, માટે હું તમને આ પંદર દિવસનું ખર્ચ આપું છું.... તમે સાકરના એક મોટા કકડાને લઈ તેનો કારીગરીથી એવો આબેહુબ હીરો બનાવો કે કોઇ પારખી