પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
બીરબલ વિનોદ.


ન શકે, પછી ચૌદમે દિવસે રાત્રે અહીં આવજો.” એમ કહી તેને ઘેર જવાની રજા આપી. ડોસો બીચારો બીરબલને દુઆઓ દેતો ઘેર ગયો અને ઘેર જતાં જ તેણે પોતાને બતાવાયલું કાર્ય શરૂ કર્યું અને પોતાના હુન્નરનો એવો તો ઉપયોગ કર્યો કે, બરાબર પરિક્ષા કર્યા વગર કોઈ તેણે બનાવેલા હીરાને પારખી ન શકે. ચૌદમે દિવસે રાત્રે બીરબલને ઘેર ગયો એટલે બીરબલે પૂછયું “મ્હેં તમને કહ્યું હતું તે કામ તમે પુરૂં કરી શક્યા કે નહીં ?”

આ સવાલ સાંભળતાંજ ડોસાએ ખીસામાંથી પેલો હીરો કાઢી બીરબલને આપ્યો. બીરબલ તેની કારીગરી જોઈ દંગજ થઈ ગયો, અને તેણે જાણી લીધું કે એકવાર ઝવેરી લોકો પણ ભૂલથાપ ખાઈ જાય એવું એણે કામ કર્યું છે. તેણે ડોસાના હુન્નરના વખાણ કરી પોતાને ત્યાં જ રાતના સુવાડયો અને સ્હવારમાં વહેલો બાદશાહના ન્હાવાના સમયે તેને મહેલમાં લઈ ગયો. બાદશાહે પૂછ્યું “ ઓહો બીરબલ ! આજે તું આટલો બધો વ્હેલો કેમ આવ્યો?

બીરબલે કહ્યું “જહાંપનાહ ! આજે સ્હવારના પહોરમાંજ આ માણસ એક ઉત્તમ હીરો લઈ મારે ત્યાં આવ્યો, તે હીરો આપને લાયકનો જાણી હું એને આપની હુઝૂરમાં લઈ આવ્યો છું.” બાદશાહે કહ્યું લાવ, તે હીરો જોંઊં?! ” ડોસાએ તરતજ ખીસામાંથી કાઢી આપ્યો. બાદશાહ હીરો હાથમાં લઈ તેની સુંદરતા જોઈ ખુશ થઈ ગયો અને કહ્યું “બીરબલ ! આ હીરો અત્યારે તો તારી પાસે રાખ અને પેલા માણસને બે કલાક પછી દરબારમાં આવવાનું જણાવી દે.” બીરબલે કહ્યું “નેકનામ ! મારે ડ્