પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
બીરબલ વિનોદ.

હીરો ખોયો, માટે તું એને ગમે તેમ કરીને સમજાવી કીમત ચુકવી આપ.”

બીરબલે પેલા ઝવેરીને પોતા પાસે બોલાવી કહ્યું “ભાઈ ! તારો હીરો અમે રાખી લીધો છે, માટે તેની કીંમત કેટલી છે એ કહે.” ડોસાએ કહ્યું નામદાર ! એના મેં તો ત્રણ હઝાર રૂપીઆ આપ્યા હતા. નામદાર ઈરાનના શાહને મેં એ હીરો બતાવ્યો ત્યારે તેમણે ત્રણ હઝારે માગણી કરી, પણ એથી મને કાંઈ નફો મળે તેમ ન હોવાથી મહા પ્રતાપાન્વિત અકબરશાહ બાદશાહને ભેટ કરી યોગ્ય પુરરકાર મેળવવાની લાલચે અહીં આવ્યો હતો. પછી તો આપ જે આપો તે ખરું.” બીરબલે કહ્યું “ઠીક છે, ત્યારે તને પચાસ મહોરો નફાની આપીશું. બે “નારે સાહેબ ! આપશ્રીની પાસેથી તો જેટલું માગું તેટલું ઓછું છે, છતાં માત્ર બે હજાર રૂપીયા નફાના લીધા વગર હીરો હું આપવાનો નથી. જો નામદાર આલમપનાહને એ હીરો પસંદ પડયો હોય અને પાંચ હઝાર રૂપીયા આપવાની મરઝી ન હોય તો ભલે, હું મારા તરફથી ખુદાવિંદને ભેટ કરવા તૈયાર છું.

બીરબલ બોલ્યો “ એમ મફતની ભેટ અમે લેતા નથી. ચાલ ખેર, ચાર હઝાર રૂપીયા પર માંડવાળ કરી નાંખ.” ડોસો એકનો બે થયોજ નહીં, તેને તો બીરબલે શીખવીજ રાખ્યો હતો. તેણે કહ્યું “સરકાર ! બે હઝારથી એક કોડી ઓછી લઈશ નહીં.”

બાદશાહે બીરબલને કહ્યું “બીરબલ ! એ શું કહે છે?” બીરબલ ખુલાસો કરતાં બોલ્યો “જહાંપનાહ ! એણે