પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
ચંપક અને ભ્રમર.

ત્રણ હઝાર રૂપીયામાં એ હીરો ખરીદયો હતો અને બે હઝાર રૂપીયા નફાના માગે છે. મેં એક હઝાર આપવાનું કહ્યું, પણ એ તો સાફ ના પાડે છે.”

બાદશાહે ઉદાર મનથી કહ્યું “બીરબલ ! શા માટે તકરાર કરે છે, બીચારો ગરીબ માણસ છે, એટલે આશા રાખી આવ્યો હશે. માટે આપણે તેને રાજી કરવો જોઈએ.” એમ કહી તેણે ખઝાનચીને પેલા ઝવેરીને પાંચ હઝાર રૂપીયા આપવાનો હુકમ કર્યો.

બીરબલને મનમાં હઝારો આશિર્વાદ આપતો ડોસો ઘેર ગયો અને તે દિવસથી બીરબલની સલાહ મુજબ વર્તવા લાગ્યા, તેમજ અનેક સારાં સારાં કામ કરી પોતાનું નામ અમર કરી ગયો.

વાર્તા ૬૭.

ચંપક અને ભ્રમર.

ગ્રીષ્મહ્રુતુમાં એક દિવસે સંધ્યા સમયે બાદશાહ બીરબલને સાથે લઈ બાગમાં ફરવા નીકળ્યો. બાગમાં રંગ બેરંગી પુષ્પોના ઝાડ શોભી રહ્યા હતા, વચ્ચે વચ્ચે ફળ ઝાડો પણ ફળોથી ભરચક થઈ રહેલા હતા. જ્યાં ત્યાં પાણીના હોઝ ભરેલા હતા અને તેમાં ફુવારા ઉડતા હતા. ફરતાં ફરતાં બાદશાહની નઝર ત્યાં ગુંજાવર કરતા ભ્રમરો પર પડી. તેણે જોયું કે ભ્રમરો બધા ફુલો ઉપર બેસી રસ ચુંસે છે, પરંતુ ચંપાના ફુલ ઉપર બેસતા નથી. એટલે તેણે બીરબલને કહ્યું “બીરબલ ! આ