પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
બીરબલ વિનોદ.

ભમરાઓ બીજા બધા ફુલો ઉપર બેસે છે, પણ ચંપાના ફુલ ઉપર બેસતા કેમ નથી ? એ તું બતાવી શકીશ?”

બીરબલ બોલ્યો “જહાંપનાહ ! એનું કારણ અમારા શાસ્ત્રમાંનું છે. એક કવિએ તે ઉપર કવિતા પણ રચી છે કે:-

ચંપા તુજમેં તીન ગુન, રૂપ, રંગ ઓર બાસ
એક અવગુન એસો ભયો, ભ્રમર ન આવે પાસ.

વળી ચંપક ઉપર ન બેસવાનું કારણ આ બીજી કવિતમાં આપેલું છે કે :-

ચંપકવર્ણી રાધિકા, ઓર ભ્રમર હરિકો દાસ
ઇસ કારણ આવત નહીં, ભ્રમર ચંપા પાસ.

જહાંપનાહ ! કવિની કલ્પના-શક્તિએ આ કારણ તો સારૂં શોધી કાઢ્યું છે, પરંતુ ખરી બીના એ છે કે ચંપાની વાસ એટલી બધી તે તીવ્ર છે કે તે ભ્રમર સહન કરી શકતો નથી અને એજ કારણે તે તેનાથી દૂર રહે છે."

આ સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો.

વાર્તા ૬૮.

સૌથી નરમ શું ?

એક દિવસે ઉનાળામાં બાગની અંદર દરબાર ભરવામાં આવ્યો અને ગાદી તકીયાની બેઠક રાખવામાં આવી. બાદશાહ મખમલની નરમ ગાદી ઉપર બેઠો હતો, પાછળ મૂકેલો તકીયો કિનખાબનો હતો. ધીમે ધીમે બધા દરબારીયો આવી લાગ્યા. દરબારનું કામ શરૂ થયું. થોડીવાર