પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જહાં" અને બીરબલને :"મુસાહિબે દાનિશવર” અર્થાત ' બુદ્ધિમાન મંત્રી’ ની પદવી આપી.

બીજે વર્ષે મીરઝા બ્રાહીમના ભાઈ મુહમ્મદ હુસેને ગુજરાતમાં બળવો કરી ગુજરાતના સુબેદાર ખાઝમને અમદાવાદમાં ઘેરી લીધો, ખાઝમની સહાયતા માટે બાદશાહ સ્વયં પોતાના મંત્રીઓને સાથે લઈ નવ દિવસમાં અમદાવાદ આવી પહોંચ્યો. એ સમયે બીરબલ પણ સાથે હતો. બાદશાહે પોતાના મહેલની નિકટમાં જ બીરબલ માટે મકાન બંધાવી આપ્યું હતું. મકાન સંવત ૧૬૪૯ માં તૈયાર થતાં જ્યારે બીરબલ ત્યાં રહેવા ગયો, ત્યારે બાદશાહને નિમંત્રણ આપતાં બાદશાહે તેના મકાન ઉપર ભોજન કર્યું*[૧] બીજે વર્ષ બાદશાહે પ્રયાગમાં કિલ્લો બનાવી નગર વસાવ્યું જેના આનંદમાં બીરબલે મજલિસ ભરી તેમાં બાદશાહ ઉપરથી ઘણા નાણાં નિછાવર કર્યાં અને કેટલુંક કીમતી નજરાણું બાદશાહ આગળ ધર્યું. આથી બાદશાહ બહુજ પ્રસન્ન થયો.

રીવાંનો રાજા રામચન્દ્ર બહુજ મગરૂર હતો. તેણે એક દિવસે તાનસેનને એક કરોડ રૂપીયા આપી દીધા હતા, અને દિલ્હીના બાદશાહ સુલ્તાન બ્રાહીમ લોદી માટે બધો બાદશાહી સામાન તૈયાર કરાવી આપ્યો હતો. +[૨]કબરના સમયમાં પણ તેની ઉદારતા અને ગર્વિષ્ઠતા ઉભયની ખ્યાતિ હતી. તે કદિપણ કબર પાસે હાઝર થયો નહતો, જે કાંઈ નજરાણું વગેરે મોકલવાનું હોય તે પોતાના પુત્રો સાથે મોકલાવતો. જ્યારે કબરે પ્રયાગમાં રહેઠાણ કર્યું ત્યારે તેને રીવાંના રાજાની યાદ આવી, કેમકે ત્યાંથી રીવાનું રાજ્ય બહુજ પાસે હતું બાદશાહે તેને બોલાવી લાવવા સેના મોકલવાનો વિચાર કર્યો, પરંતુ રીવાંનો રાજકુમાર તે વેળા ત્યાંજ ઉપસ્થિત હતો તેણે નિવેદન કર્યું કે “ સેના મોકલવાની કશી પણ આવશ્યકતા નથી, કોઈ પણ મંત્રીને મોકલી દો એટલે મારા પિતાશ્રી


  1. કબરનામા.
  2. + 'મુન્તખિબુત્તવારીખ ' મુલ્લા બ્દુલ કાદિર કૃત.