પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
હુઝુર ગધે આતે હેં ?!

યમુનાના જળને કેમ અને કેવા પ્રકારે ઉત્તમ બતાવે છે?"

બીરબલ બોલ્યો “પૃશ્વિનાથ ! ગંગાજલ પાણી નથી, એતો અમૃત છે.” એ સાંભળી બાદશાહ ચુપ થઈ ગયો.

વાર્તા ૭૫..

હુઝૂર ! ગધે આતે હેં ?!

એક દિવસ બાદશાહે બીરબલને કોઈ વેશ ભજવવાનું કહ્યું. બીરબલે તે વાત કબુલ રાખી. ઘેર જઈ તેણે કુંભારનો વેશ લીધો અને ગધેડાને ડફણાં મારતો બાદશાહના મહેલ તરફ લઈ ગયો. બાદશાહ તે પ્રસંગે બગીચામાં પોતાની બેગમ સાથે બેઠો હતો એટલે લાગ જોઈ બીરબલે ગધેડાને બગીચામાં પેસાડી દીધો. સીપાહીઓ દોડી આવે તે પહેલાં તો બાદશાહ બોલી ઉઠ્યો “એ ગધેડા વાલા ! અહીં કેમ આવે છે, બાજુએ ચાલ્યો જા.” બીરબલે હસીને કહ્યું “હું તો પ્રથમથી જ કહું છું કે હુઝૂર ગધેડો આવે છે ? !”

આ જવાબ સાંભળી બાદશાહ બહુજ શરમાયો અને બીરબલના વેશના વખાણ કરવા લાગ્યો.

વાર્તા ૭૬.

સમશ્યા-પૂર્તિ.

એક દિવસે શરદ્ઋતુમાં બાદશાહ સ્હવારે મહેલની છત ઉપર તડકામાં બેઠો હતો, એવામાં એકાએક તેની દૃષ્ટિ યમુના જળમાંથી નીકળતી બાષ્પ-વરાળ-ઉપર પડી. બાદશાહ બહુજ આશ્ચર્ય પામ્યો અને મનોગત્ કહેવા