પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
બીરબલ વિનોદ.

શકે છે અને તે સૂર્ય ચંદ્રના પ્રકાશ વડે દરેક વસ્તુ જોઈ શકાય છે; છતાં એવી કોઈ વસ્તુ હશે જે તેમના પ્રકાશમાંયે ન જણાય ?”

બીરબલ બોલ્યો “ જી હા, નામદાર ! એ બન્નેના પ્રકાશમાંયે અંધકાર જડી શકતો નથી."

બાદશાહે એ ઉત્તરથી આનંદ પામી બીજા પણ ત્રણ સવાલ પૂછ્યા, જે નીચે પ્રમાણે છે:--

બાદશાહ–“આ જગત્માં કોનો વિશ્વાસ ન કરવો ?

બીરબલ—“ જહાંપનાહ ! આંખે કાણો, હાથે ઠુંઠો, પગે લંગડો અને ટૂંકી ગરદનવાળો એ ચાર નીશાની વાળાઓનો વિશ્વાસ ન કરવો જોઈયે.”

બાદશાહ—“ નીમકહરામ કોણ? ”

બીરબલ—“ આપણું ખાઈને આપણું જ બુરૂંકરે તે. ”

બાદશાહ—“ નીચમાં નીચ કોણ? ”

બીરબલ—“ દેશદ્રોહી. ”

બીરબલની આ હાઝરજવાબી જોઈ સર્વ દરબારીયો પણ “વાહવાહ” પોકારી ઉઠયા અને બાદશાહે પણ તેને અનેક ધન્યવાદ આપવા સાથે ભારે સરપાવ પણ આપ્યો.

વાર્તા ૮૨.

દીવા હેઠળ અંધારૂં.


એક સમયે બાદશાહ અને બીરબલ કિલ્લાના બુરજ ઉપર બેઠા બેઠા હવા ખાતા હતા, તે વખતે બુરજની નીચે એક વહેપારી શાહુકારને કેટલાક ચોરો લુંટી લેતા હતા.