પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯
દીવા હેઠળ અંધારૂં.


બાદશાહની નઝર એકાએક તે ઘટનાસ્થળે પહોંચી, પેલા શાહુકારે પણ ઉપર જોયું. શાહ અને શાહુકારની નઝર એક થતાં શાહુકાર પોકારી ઉઠયો કે “ જહાંપનાહ ! આપની નઝર સ્હામેજ ચોરો મને લુંટી બેફિકર મોજની સાથે ચાલ્યા જાય છે, છતાં આપ કાંઈ કરતા નથી ?!! ”

પેલા શાહુકારનું આ વાકય શાહના અંતરમાં તીક્ષ્ણ તીર સમાન ભોંકાયું, તેણે ગુસ્સામાં રાતાચોળ બની બીરબલને ધમકી આપતાં કહ્યું “શું, ત્હેં મારા રાજ્યમાં આવોજ બંદોબસ્ત (?) રાખ્યો છે ? મ્હેં જ્યારે જ્યારે ત્હને રાજ્યના વહીવટ સંબંધી પૃચ્છા કરી, ત્યારે ત્હેં એમજ જવાબ આપ્યો કે “ સર્વ સ્થળે શાંતિ અને આબાદી છે,” પણ આજે મ્હારી ખાત્રી થઈ કે તારી એ વાતો ખોટે ખોટીજ હતી, કારણકે મ્હેં અત્યારે આ પળેજ મ્હારી નઝરો સમક્ષ એક શાહુકારને સાત ચોરોથી લુંટાતો જોયો !! ”

બીરબલે તરતજ હાથ જોડી જવાબ આયો હુઝૂર ! 'દીવા હેઠળ અંધારૂં' એ કહેવત આખું જગત્ જાણે છે. આ બુરજ ઉપર આપ મોગલકુળદીપક પ્રતાપી શહનશાહ પ્રકાશી રહ્યા છો એટલે કિલ્લા નીચે અંધેર હોય એ સ્વાભાવિકજ

છે !? માટે આપ લગાર વિચારો કે આસપાસ

સ્હેજ પણ અધારૂં છે?”

આવું અપૂર્વ યુક્તિપૂર્ણ વાક્ય સાંભળી બાદશાહ અત્યંત ખુશ થયો. અને પેલા ચોરોને પકડી આણવા તરતજ સવારો દોડાવ્યા.