પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૮

તેની સાથે અહીં આવી જશે." બાદશાહે એવા મોટા રાજાની પ્રતિષ્ઠાનો વિચાર કરી રાજા બીરબલને ત્યાં મોકલ્યો. બીરબલના બાંધર્વગઢ પહોંચવાની ખબર સાંભળી રાજા રામચન્દ્ર પેશવાઈ કરી અને અત્યંત સન્માન સાથે તેને પોતાના મહેલમાં લઈ ગયો, અને બાદશાહ પાસે પણ હાઝર થયો.

બીરબલ સેનાપતિ.

રાજા બીરબલે બાદશાહનો સ્વભાવ જીતી લીધો હતો, બાદશાહ તેને કદિપણ પોતાની પાસેથી ખસવા દેતો નહીં, પરંતુ જ્યારે મોતનો ઘંટ વાગવા લાગ્યો ત્યારે બીરબલને પણ અન્ય અમીરોની પેઠે અફઘાનિસ્થાનમાં યૂસુફઝઈ પઠાણો સ્હામે લડવા જવું પડ્યું. એ પઠાણો ઘણાજ તોફાની હતા, સ્વાદબુનેર અને બાજોર વગેરેમાં લડાઈ અને ધીંગાણું કરતા હતા. બાદશાહે તેમને ઠેકાણે લાવવા પ્રથમ ઝેનખા કોકા (કોકા એટલે દુધભાઈ) ને મોકલ્યો હતો, પરંતુ તેની પાસે અધિક સેના ન હોવાથી પઠાણેને પહોંચી વળવાનું અશક્ય હતું. 'કબરે ઘણીવાર મદદ માટે સેના મોકલી છતાં પણ તે ઓછી પડતી. છેવટે સંવત ૧૬૪ર માં રાજા બીરબલને મોકલવાનો વારો આવ્યો જેનું વિસ્તર વર્ણન નીચે આપવામાં આવ્યું છે:

“જ્યારે બાદશાહને જણાયું કે યુસુફઝઈ પઠાણોને સર કરવા માટે વધુ લશ્કર મોકલવાની આવશ્યકતા છે, ત્યારે શેખ અબુલફઝલે પોતાને મોક્લવાનું બાદશાહને સુચવ્યું અને રાજા બીરબલે પોતા માટે આજ્ઞા માગી. બાદશાહે બનેના નામની ચીઠ્ઠી નાંખી ત્યારે બીરબલને ત્યાં જવાનું ઠર્યું. બીરબલ સાથે કાસમખ્વાજા, હમદબેગ, હાજીતાશ બેગ અને ખ્વાજા હિસાબુદીનને પણ મોકલવામાં આવ્યા,

બીરબલે યુદ્ધ સ્થળે પહોંચી પહાણોને મારી હઠાવ્યા અને પહાડી પ્રદેશમાં પ્રવેશ કર્યો. કેટલાક પર્વતો ઓળંગ્યા બાદ તેમણે જોયું કે પઠાણોએ ચારે બાજુના પર્વતો ઉપર કબ્જો કરી લશ્કર ગોઠવી દીધું છે, બાદશાહી સેના આવી સ્થિતિ જોઈ કાંઈક હતાશ