પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
હસાવે તો ઈનામ આપું..

વાર્તા ૮૪.

હસાવે તો ઈનામ આપું..

એક દિવસે બાદશાહે બીરબલને કહ્યું કે "બીરબલ ! જો તું મને હસાવીશ તો તને મોટું ઈનામ આપીશ.” આ સાંભળી બીરબલે અનેક યુક્તિઓ ચલાવી બાદશાહને હસાવવાની મહેનત કરી, પણ બાદશાહ હસ્યો નહીં. છેવટે બીરબલે બાદશાહના કાનમાં કહ્યું “જહાંપનાહ ! જો આપ હવે નહીં હસશો તો હું મોટેથી બુમો મારી ઘમસાણ મચાવી મૂકીશ.” છતાંએ બાદશાહ સ્હેજ પણ ન હસતાં મૌન ધારીને બેઠો. આ પ્રકાર જોઈ બીરબલે ચેષ્ટા કરવા માંડી એટલે બાદશાહને તે ચેન ચાળા જોઈ હસવું આવી ગયું. બીરબલ તો વાટજ જોતો હતો, તેણે ઝટ ઉભા થઈ કહ્યું “નામદાર ! આપની શરત પૂર્ણ થઈ માટે ઈનામ હાઝર કરો.”

બાદશાહે તેની બુદ્ધિ અને તર્કશક્તિના ભારે વખાણ કર્યા અને કહ્યા પ્રમાણે ભારે ઈનામ પણ આપ્યું.

વાર્તા ૮૫.

વખત તેવાં વાજાં.

એક દિવસે બાદશાહની માતા મરણ પામી. એક બાજુ તેના કફન દફનની તૈયારી કરવામાં આવતી ત્યારે બીજી તરફ એજ પળે પટરાણીએ કુંવરને જન્મ આપ્યો. આ બંને ખબરો શહેરમાં ફેલાતાં શહેરીઓ ભારે મુંઝવણમાં પડયા, કેમકે રાજમાતાનો શોક પ્રદશિત કરવો કે કુંવરના જન્મનો હર્ષ જાહેર કરવો, એ મહા ધર્મસંકટ એમને માથે આવી પડયું હતું, શોક અને હર્ષ એકી સાથે જાહેર નજ થઈ શકે