પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
બીરબલ વિનોદ.

એમ હોવાથી છેવટે થાકીને તેઓ બીરબલ પાસે ગયા અને તેની સલાહ માગી. બીરબલે કહ્યું “ભાઈયો ! આજે તમે સઘળા એકી સાથે દરબારમાં જાવ અને જ્યારે બાદશાહની નઝર તમારા તરફ વળે એટલે તમે બધા ઉઘાડે માથે ઉભા થજો. એ બનાવ જોઈને જો શાહ હસે તો તમે પણ હસજો અને ૨ડે તો તમે પણ તેમ કરજો.”

બીરબલના કહેવા પ્રમાણે બધા શહેરીઓએ કર્યું. બાદશાહ આ પ્રજાજનોનો વિચિત્ર દેખાવ જોઈ હસવા લાગ્યો એટલે પ્રજાજનોએ પણ હસીને રાજકુમારના જન્મનો હર્ષ પ્રદર્શિત કર્યો.

બાદશાહે જાણી લીધું કે, આ યુક્તિ બીરબલનીજ બનાવેલી હોવી જોઈય એટલે તેણે પ્રજાજનોને તે વિશે પૂછી જોતાં તેનું અનુમાન ખરૂં પડ્યું.

વાર્તા ૮૬.

બખ્તરની પરિક્ષા.

એક સમયે બાદશાહે લુહારને એક બખ્તર બનાવી લાવવા કહ્યું. બીચારા લુહારે પોતાની પુરતી અકકલ હોશીયારીથી સારામાં સારૂં બખ્તર બનાવી આપ્યું. બાદશાહે તેની પરિક્ષા કરવા સારૂ ઝમીન ઉપર મૂકી ગોળી મારી એટલે બખ્તર ભાંગીને ભૂકેભૂકા થઈ ગયું. એ જોઈ શાહે ગુસ્સે થઈને કહ્યું કે “જો ફરીથી આવો નકામો બખ્તર બનાવી આપીશ તો તેને સૂળીએ ચઢાવી દઈશ, માટે મઝબુતમાં મઝબુત બનાવી લાવ.”

બાદશાહનો આ કરપીણ હુકમ સાંભળતાંજ બીચારા