પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
બીરબલ વિનોદ.

વાર્તા ૮૭.

બુદ્ધિનું પરાક્રમ.

એક પ્રસંગે બાદશાહે બીરબલને ત્રણ દિવસની અંદર મરઘાનું ઈંડું લાવી આપવાની આજ્ઞા કરી બીજે જ દિવસે સ્હાંજે બાદશાહ નદિ કિનારે ફરવા જતે એ વખતે બીરબલ એક ઘોડાને નદીમાં લઈ જઈ, ઉભો રાખી, માલિશ કરવા લાગ્યો. બાદશાહ જ્યારે ત્યાં ફરવા નીકળ્યો એટલે બીરબલને આવી હાલતમાં જોતાંજ તેણે પૂછયું" કેમ બીરબલ! તેં આ શું કરવા માંડયું છે?”

બીરબલે હાથ જોડી કહ્યું “નામદાર ! આ ઘોડાને ઘોડી બનાવું છું.”

બીરબલનો આ જવાબ સાંભળી બાદશાહ ખડ ખડ હસી પડી કહેવા લાગ્યો “અરે મૂર્ખા! નર તે- ક્યારેક નારી થઈ છે !” બીરબલ ઝટ બોલી ઉઠ્યો “ જહાંપનાહ! જ્યારે મરધા ઈંડાં આપતા થાય તો પછી ઘોડાની ઘોડી કેમ ન બને ? નર મટી માદા કેમ ન થાય?"

બીરબલનો આવો તરત અને ચમત્કારીક જવાબ સાંભળી બાદશાહ અત્યંત પ્રસન્ન થયો અને તેના ગુણની બેહદ પ્રશંસા કરવા લાગ્યો.

વાર્તા ૮૮.

મીઠી મસ્ખરી.

બીરબલ માંસ, ઇંડાં વગેરે વસ્તુઓને હાથ અડકાવતો નથી, એટલું જ નહીં, પણ તે બધાની મશ્કરી (મસ્ખરી) સુદ્ધાં કરીને બધાને લજવે છે, માટે એને કોઈ પ્રકારે બનાવવો