પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
બીરબલ વિનોદ.

ત્રીજીને પૂછતાં તેણે કહ્યું “મ્હારો પતિ ન્હાની વયનો હોવાથી, હું મ્હારા એળે જતા યૌવનને રડું છું.”

આ પ્રમાણે ત્રણેનું બોલવું સાંભળી બાદશાહ પોતાના મહેલમાં ગયો અને બીરબલના આવવાની વાટ જોવા લાગ્યો. એટલામાં બીરબલ આવી પહોંચતા, શાહે તેને સવાલ કર્યો "બીરબલ ! રાત્રે ત્રણ સ્ત્રીઓ શા કારણે રડતી હતી?”

બાદશાહનો આ સવાલ સાંભળી બીરબલે કહ્યું જહાંપનાહ ! સાંભળો:–

નદી પાર ખેતી કરે, ઓર પર ચોરી જાય,
બાલે કંથકી કામિની, તીનોં બુરી બલાય.

એ માટે રડતી હતી.”

બીરબલની આ અપૂર્વ તર્કશક્તિ જોઈ શાહ અત્યંત પ્રસન્ન થયો અને ઘણુંજ ભારે ઈનામ આપ્યું.






વાર્તા ૯૧.

રાજાનો હજામ પણ ચાલાક હોય..

એક દિવસે બાદશાહ, દરબારમાં બેઠો બેઠો સ્હેજ પણ બોલ્યા ચાલ્યા વગર એકી નઝરે જોઈ રહ્યો હતો. આ વિચિત્ર હાલત જોઈ બધા દરબારીયો આશ્ચર્ય પામ્યા અને માંહોમાંહે અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવા લાગ્યા. બાદશાહે દરબારીયોની મુંઝવણ જાણી લઈ એક કાગળ પોતાના ખીસામાંથી કાઢી, તેમાં લખેલ અક્ષર બતાવી, સૌને પૂછ્યું કે “આ ઉ છે કે જુ છે.” આ વળી વિચિત્ર સવાલે બધાને વધુ અકળામણમાં નાંખ્યા અને શો જવાબ આપવો તેના