પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
કાળીનું કૌતુક.

વિચારમાં ગુંચવાયા; પરંતુ કાંઈ નિર્ણય ન કરી શકાયો. એવામાં બાદશાહના હજામે ઉભા થઈ હાથ જોડી કહ્યું “ નામદાર જહાંપનાહ! જુ નથી પણ ઉ છે. જો જુ હોત” તો હાલ્યા ચાલ્યા વગર રહેત નહીં.”

આ વિનોદી જવાબ સાંભળી બધા હસી પડ્યા અને બાદશાહે હજામને ઘણી શાબાશી આપી.

વાર્તા ૯૨.

કાળીનું કૌતુક.

એક પ્રસગે કાલિકા દેવીએ બીરબલને બ્હીવરાવવાનો વિચાર કર્યો, અને હઝાર માથાવાળું ભયંકર સ્વરૂપ ધારણ કરીને તે તેની પાસે ગઈ. બીરબલે કાલિકાને પોતાની સ્હામે આવેલી જોઈ, તરતજ ઉભા થઈ, નમન કર્યું અને પછી દિલગીર થયાનો ઢોંગ કર્યો. દેવી તો વિચારમાંજ પડી ગઈ, તે મનોગત કહેવા લાગી કે “મ્હારા આવા ભયંકર સ્વરૂપથી તે સ્હેજ પણ ડર્યો નહીં. એટલું જ નહીં, બલ્કે પ્રથમ હસ્યો અને બાદમાં દિલગીર થયો એનું શું કારણ?” તેનાથી એ ભેદ ઉકેલાયો નહીં એટલે તેણે બીરબલને તેનો ખુલાસો કરવા કહ્યું. બીરબલે મસ્તક નમાવી કહ્યું “દેવી ! આપે આપના દર્શન દીધા તેની ખુશાલીમાં હું હસ્યો, પણ દિલગીર થવાનું કારણ કાંઈ કહેવા યોગ્ય નથી, માટે તે વિષયને પડતોજ મૂકો તો સારૂં.”

આ ઉપરથી દેવીને તે કારણ જાણવાની વધુ ઉત્કંઠા થઈ અને તેણે વધુ આગ્રહ કર્યો, એટલે બીરબલે કહ્યું “માતા ! મહારા બે હાથ અને એક નાક છે, છતાં સલેખમ થાય છે