પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૯

બની, ત્યાં ઘોર યુદ્ધ જામ્યું જેમાં બાદશાહી સેનાને ભારે હાનિ સાથે પાછા ફરવું પડયું. બીજે દિવસે પાછું યુદ્ધ જામ્યું, એવામાં બાદશાહનો મોકલેલ હકીમ બુલફત્હ ઝેનખાંની સહાયતા માટે સેનાને મલકન્દના ઘાટમાંથી હઠાવી લઈ ઝેનખાં પાસે લઈ જવા માટેની આજ્ઞા મેળવી સનબેગ, મુલ્લા ગૈયુરી અને મોહનદાસ આદિ અમીરો સાથે આવી પહોંચ્યો. હકીમ બુલફત્હ બાજોરમાં આવી બીરબલને મળ્યો અને બીરબલને સેના સહિત સાથે લઇ જગદરમાં કોકાને જઈ મળ્યો. દુર્ભાગ્યવશ એ ત્રણેમાં અણબનાવ ઉત્પન્ન થયો, મનમાં ગુપ્ત રહેલો દ્વેષ પ્રકટ થયો બાદશાહી કામ બગડવાનું ધ્યાન પડતું મુકાયું, કોકાની કઈ યુકિત ન ચાલી, રાજા અને હકીમનો વિરોધ વધી ગયો. એવામાં લડાઈમાં ઉતરેલી સેના પણ આવી પહોંચી એટલે રાજાએ કોકા અને હકીમને કહ્યું કે “તમે આ સેનાને લઈ કિલ્લામાં બેસો અને હું પઠાણો ઉપર ચઢાઈ કરૂં છું, અથવા તમે જાઓ અને હું અહીંયાં રહું. પરંતુ રાજા અને હકીમ એ બન્ને કોઈ પણ રીતે એકમત ન થયા. હકીમે કહ્યું કે બાદશાહની આજ્ઞા આ દેશને લુટવાની અને બરબાદ કરવાની છે, ખાલસા કરવાની નથી, માટે આપણે બધા શત્રુઓને મારતા કાપતા દિહીં ચાલ્યા જઈશું. ” ઝેનખાંએ કહ્યું “ અફસોસ ! જે દેશ એટલો બધો પરિશ્રમ વેઠી અને અસંખ્ય પ્રાણની આહુતિ આપી ફતેહ કર્યો છે, તે આમ સ્હેજમાં જતો કરીયે ?! અને છતાં પણ જો એવીજ ઇચ્છા હોય તો, જે માર્ગે આવ્યા છીએ એજ માર્ગે પાછા વળીએ. ” બીરબલે કોઈની વાત પર ધ્યાન ન આપ્યું અને બીજે દિવસે કૂચ કરી, આથી બીજા સરદારો ૫ણ પોતપોતાની સેના લઈ સાથે ગયા. તે દિવસે પાંચ ગાઉની મુસાફરી કરી. બીજે દિવસે આગળ એક સાંકડા રસ્તાવાળો દુર્ગમ ઘાટ આવતો હોવાથી અડધો ગાઉ મુસાફરી કરવાનું ઠર્યું, પરંતુ જ્યારે હીરાવલ ઘાટ ઉપર પહોંચ્યા એટલે ત્યાં પઠાણોએ આવી હુલ્લડ મચાવ્યું, જેમને મહામુશીબતે હરાવી નસાડી મૂકયા, આ ખબર સાંભળી બીરબલે