પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
હાથી કે ગવૈયો.


ઢોલ, તંબુરો લટકાવી તેને છોડી મૂક્યો. એટલે હાથી શહેરમાં ચારે તરફ ઘૂમવા અને યથેચ્છ તોફાન કરવા લાગ્યો. હાથીના તોફાનથી ત્રાસ પામી લોકોએ શાહ પાસે જઈ અરજી કરી કે “ જહાંપનાહ ! આપનો હાથી શહેરમાં છૂટો ફરે છે અને લોકોને ઘણોજ ત્રાસ પમાડે છે.” આ સાંભળી બાદશાહે સીપાહીઓને તે હાથી કોનો છે એ તપાસ કરવાની આજ્ઞા આપી.

સિપાહીઓએ તપાસ કરીને શાહને કહ્યું "નામદાર ! એ હાથી તો આપે લાડ અને કપૂરને આપ્યો હતો એજ છે.” બાદશાહે તરતજ લાડ, કપૂરને બોલાવી ધમકી આપતાં કહ્યું “કેમ તમે તમારા હાથીને છુટો મૂક્યો છે ?” બન્નેએ હાથ જોડી અરઝ કરી કે “જહાંપનાહ ! તેને બાર માસ સુધી ખાનપાનમાં ખુશ રાખી અમારો બધો હુન્નર શીખવી દીધો છે. તે પ્રવીણ થઈ ગયો એટલે તેને ઢોલ તંબુરો આપી રઝા આપી કે 'મુલક બાદશાહ સલામતનો છે, માટે તારી મોજમાં આવે ત્યાં ફરી ગાનતાનથી અમીર ઉમરાવના મન રાઝી કરી તારું ગુઝરાન ચલાવ અને અમને પણ તને જે યોગ્ય લાગે તે આપજે."

આ પ્રમાણેનું લાડનું બોલવું સાંભળી બાદશાહને બહુજ હસવું આવ્યું. તે એમની મતલબ સમજી ગયેલો હોવાથી તેણે હાથીને પકડી મંગાવી હાથીશાળામાં બંધાવ્યો અને લાડ, કપૂરને એક સારી પેદાશવાળું ગામ ઈનામ આપ્યું.