પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
ગપ્પીદાસનો ગપ ગોળો.

કે “તમે બધા બાદશાહની મુઠીમાં છો, એટલે શેના ચપટીમાં ઉઠાવી શકો એમ છે?

આ જવાબ સાંભળી બાદશાહ બહુજ પ્રસન્ન થયો અને બધા હાજીયા દરબારીયો પણ શરમાઈને નીચું મોઢું ઘાલીને બેઠા.

વાર્તા ૯૫.

ગપ્પીદાસનો ગપ ગોળો.

એક દિવસે બાદશાહ અને બીરબલ બાગમાં બેસી વિનોદની વાત કરતા હતા, એવામાં એક ગપ્પીદાસ ત્યાં આવ્યો, એ માણસ જ્યારે જ્યારે આવતો ત્યારે એકને એક નવી ગપ લેતો જ આવતો; પણ તેની વાતનો કોઈ જવાબ આપી શકતું નહીં. આજે તેણે આવીને કહ્યું “જહાંપનાહ ! મેં એક નવાઈ જેવો બનાવ જોયો છે, જો આજ્ઞા હોય તો કહી સંભળાવું.” બાદશાહે 'હા' પાડી એટલે પેલો બોલ્યો “હુઝૂર ! આજે એક બકરી વાઘનો કાન પકડી જતી હતી તે મેં નઝરે જોયું.”

તેની આ ગપ સાંભળી બાદશાહ ખડ્‌ખડ્ હસવા લાગ્યો, પણ બીરબલે વિચાર કર્યો કે “એ ગપ્પીદાસને એવો બનાવવો કે ગપગોળો ફેંકવાનું જ ભૂલી જાય.' એમ ધારી તેણે કહ્યું “બેશક, તમારી વાત ખરી હોય એમ મને પણ લાગે છે; કારણ કે, મેં પણ એજ એક નવાઈ જેવો બનાવ ઘણા દિવસ ઉપર જોયો હતો. એક માણસ પોતાની ભેંસને નદીને કાંઠે પાણી પીવરાવવા લઈ ગયો. ભેંસ પાણી પીતી હતી. એવામાં એક મગરે આવીને પેલા માણસના