પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
બીરબલ વિનોદ.

બન્ને પગ પકડી લીધા. પેલા માણસે પણ સમયસુચકતા વાપરી ભેંસનું પૂછડું પકડી લીધું. અને પ્રાણીઓએ તેને પોતાપોતા તરફ ખેંચ્યો, છેવટે મગર તેના શરિરનો અડધો ભાગ લઈ ગયો અને બાકીનો અડધો ભાગ ભેંસના પૂંછડાને વળગી રહ્યો. એટલામાં ત્યાં એક વૈદ આવી ચઢ્યો એટલે તેણે બકરીનો પાછલો ભાગ કાપી તે માણસના ધડ સાથે સાંધી દીધો. થોડા દિવસ પછી તે માણસ સાજો થઈ ગયો અને હજુ સુધી તે બકરીની પેઠે દુધ આપે છે.”

પોતાની ગ૫ સ્હામે બરાબર દંતભંજક ગપ બીરબલે મારી છે, એમ જાણી લઈ પેલો ગપ્પીદાસ શરમાઈને ત્યાંથી ચાલતો થયો.

વાર્તા ૯૬.

કહેવા કહેવામાં ફેર.

એક દિવસે શાહને એવું સ્વપ્નું આવ્યું કે તેના બધા દાંત એકદમ પડી ગયા, માત્ર એક દાંત બાકી રહી ગયો. બીજે દિવસે તેણે નજુમીને બોલાવી તે સ્વપ્નનો ખુલાસો પુછ્યો. બીચારા ભોળા નજુમીએ કહ્યું “જહાંપનાહ ! આપના બધા સગાવહાલા આપની હયાતીમાં જ ગુઝરી જશે.”

એ મૂર્ખ રમલ જોનારના આ શબ્દો સાંભળી બાદશાહને એકદમ ક્રોધ ચઢ્યો અને તેને ત્યાંથી ધક્કા મરાવી કાઢી મૂક્યો. થોડીવાર પછી બીરબલ આવ્યો એટલે બાદશાહે તે બધી વાત તેને કહી સંભળાવી, ખુલાસો પૂછ્યો. બીરબલે ધીમેથી કહ્યું કે “નામદાર આલી !