પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
બીરબલને ગાળો.

એ સ્વપ્નનો ખુલાસો ખુલ્લોજ છે. આપ આપના સગા સંબંધીઓ કરતાં વધારે લાંબુ આયુષ્ય ભોગવશો. માત્ર એકજ દાંત રહી ગયો, તે એકેજ સંબંધી આપના કરતાં પણ વધુ આયુષ્ય ભોગવશે."

આ ખુલાસો બાદશાહને બહુજ ગમ્યો અને બીરલને પોતે ઓઢેલી શાલ ઈનામમાં આપી દીધી. જો કે વાત એકજ હતી, પણ કહેવા કહેવામાં ફેર તે એનું નામ ! !

વાર્તા ૯૭.

બીરબલને ગાળો.

એક દિવસે બીરબલના કેટલાક શત્રુઓએ મળીને બીરબલના નામની ગાળો એક મોટા કાગળ ઉપર લખી, તેને જાહેર રસ્તા ઉપર લગાડ્યો. આ બાબતની ખબર બીરબલને મળતાં તે પોતાના કેટલાક માણસોને લઈને તે સ્થળે ગયો. બીરબલને ત્યાં ઉભેલો જોઈ તેના મિત્રો તેમજ શત્રુઓ તેની આસપાસ ટોળે વળી ઉભા રહ્યા. બીરબલે પોતાના એક માણસને તે ગાળો લખેલો કાગળ ઉંચે લગાડેલે હોવાથી ત્યાંથી ઉતારીને થોડે નીચે લગાડવાની સુચના કરી. પેલા માણસે તે પ્રમાણે કર્યું એટલે બીરબલ બોલ્યો કે “ અત્રે બધા એકઠા મળેલા લોકો ! સાંભળો ! ! આ લખાણને હું આપણી વચ્ચેનો કરાર થયેલો ગણું છું. એ કરારનામું ઉંચે હોવાથી લોકો બરાબર રીતે વાંચી શકતા ન હતા, માટે મ્હેં એને લગાર નીચે લગાડ્યો, જેથી બધા બરાબર રીતે વાંચી શકશે. આ ઉપરથી લોકોએ એમ સમજવું કે, હવેથી તેમણે પોતાના મનને