પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
બીરબલ વિનોદ.

છોકરાઓને ઓ એવાં રમકડાં જોઈએ જ. તેઓ તરતજ પેલા બ્રાહ્મણ સ્હામે જઈ “પંડિત ! પંડિત !” કહીને તેને બોલાવવા લાગ્યા. બીરબલના કહેવા પ્રમાણે બ્રાહ્મણ તે છોકરાઓને મારવા દોડ્યો, એટલે બીજા લોકોએ પણ તેને ગાંડો ધારી "પંડિત ” કહી સતાવવા માંડ્યો. તેમને પણ પેલો બ્રાહ્મણ મારવા દોડ્યો. બે ચાર દિવસમાં તો આખા દિલ્હી શહેરમાં તે પંડિત તરીકે પ્રખ્યાત થઈ ગયો.

ત્યાર પછી એક દિવસ બીરબલને તેની દયા આવતાં પોતાની પાસે બોલાવી કહ્યું “મહારાજ ! હવેથી તમે ચિરડાશો નહીં અને કોઈ પંડિત કહે તો પણ તમારે તેની પાછળ દોડવું નહીં.”

બ્રાહ્મણે તે પ્રમાણે જ કર્યું, છતાં પણ લોકોએ તો તેને પંડિત શબ્દથી જ બોલાવવા માંડ્યો અને એવી રીતે તેના મનની અભિલાષા પૂર્ણ થઈ.

વાર્તા ૯૯.

નઝરે જોયલી વાત પણ ખોટી પડે.

એક પ્રસંગે એવો બનાવ બન્યો કે જે ખોજાના હાથમાં બાદશાહી બિછાનું સોંપેલું હતું, તે એક દિવસ એવો વિચાર કરવા લાગ્યો કે બાદશાહ હંમેશ ઠપકો આપે છે કે બિછાનું બરાબર થતું નથી, માટે આજે તો બરાબર ધ્યાન રાખીને સાફ કરવું.” એવો વિચાર કરી તેણે બિછાનું બરાબર ચોકસાઈથી સાફ કર્યું. ત્યારપછી તેને એવો વિચાર આવ્યો કે “આજે તો મ્હેં ઘણીજ કાળજીથી બિછાનું કર્યું છે, છતાં બાદશાહને તેની ઉપર