સારી ઉંઘ આવશે કે નહીં ?’ વળી પાછો થોડી વાર
વિચાર કરી તે મનમાં કહેવા લાગ્યો “લાવને હુંજ જરા
સૂઈ જોઉં !?"
એમ કહી તે શાહી બિછાના પર ચઢી ચાદર ઓઢીને સૂતો. એક તો થાકેલો પાકેલો અને વળી એવા કોમલ બીછાના ઉપર કોઈ દિવસ સૂતેલો નહીં, એટલે સૂતા વેંતજ નિદ્રાદેવીના ખોળામાં પડ્યો અને ઘસઘસાટ ઉંઘ લેવા લાગ્યો.
તે દિવસે બાદશાહ લગાર કામમાં રોકાયેલો હોવાથી તે સૂઈ રહેવા આવ્યો નહીં. રાણી વખત સર સૂવા આવી તો બિછાના ઉપર કોઈને સૂઈ રહેલ જોઈ મનમાં કહેવા લાગી “બાદશાહ સલામત આજે કાંઈ કામના વધારે બોજને કારણે થાકી પાકી આવેલા હશે અને સૂઈ રહ્યા છે. માટે તેમને જગાડવા એ ઉચિત્ નથી.” એમ વિચાર કરી રાણી તેની બાજુમાં ધીમેથી સૂઈ રહી અને તે પણ વારમાં ઉંધી ગઈ.
બાદશાહ પોતાના કામમાંથી પરવારીને સૂઈ રહેવાના ઓરડામાં દાખલ થયો અને રાણીને પડખે કોઈને સૂતેલ જોઈ તેને ઘણો જ ક્રોધ ચઢ્યો. પાસે પડેલી તલવાર તેણે ઉપાડી, પરંતુ એવામાં તેને બીરબલના શબ્દો યાદ આવી ગયા કે “નઝરે જોયલી વાત પણ કોઈ વખત ખોટી પડે છે.” તેણે વિચાર કર્યો કે “લાવ, અત્યારે જ બીરબલ ને બોલાવી આ પ્રત્યક્ષ દાખલો બતાવી કહું કે, એને ખોટો કરી દેખાડ” તરતજ તેણે બીરબલને (જે હજી થોડુંક કામ બાકી હોવાથી મહેલમાંજ હતો) પાસેના ઓરડામાં બોલાવ્યો અને તેને બધી બીના કહી સંભળાવી. બીરબલે