પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૦

જ્યાં મુકામ કરવાનો હતો ત્યાં મુકામ ન કરતાં આગળ વધવા માંડ્યું. બીરબલને જતા જોઈ પહાડોમાં રહેવાથી તેમજ રાત દિવસની લડાઇથી થાકી ગયેલા સિપાહી પણ તેની પાછળ જવા લાગ્યા. એમ થવાથી સેનાની વ્યવસ્થા ન જળવાઈ ઝેનખાંને પણ લાચારીએ બીરબલની સાથે જવું પડયું, એટલે જે લોકો અગાઉથી ત્યાં પહોંચી ગયા હતા તેઓ પણ તંબુ વગેરે ઉપાડી લઈ આગળ વધ્યા. આ લાગ જોઈ સંતાઈ રહેલા પઠાણોએ એક દમ છાપો મારી લુંટકાટ ચલાવી. બાદશાહી સેના આગળ તેમજ પાછળ એમ બન્ને બાજુ એથી ઘેરાઈ ગઈ હતી. માણસોમાં ગભરાટ વધી પડવાથી તેમજ આગળ સાંકડો માર્ગ હોવાથી કોકાએ પોતાની સેનાની વ્યવસ્થા જાળવી લઈ લડવા માંડ્યું, પણ તેમાં ઘણા માણસો માર્યા ગયા તેમજ ઉંટ અને બળદ ઉપર લાદેલો બધો સામાન લુંટાઈ ગયો. એવા પ્રકારે લડતાં લડતાં બાદશાહી સેના છ ગાઉ સુધી પહોંચી ગઈ, અને પઠાણો પણ લાગ જોઇ ત્યાંથી નાસી ગયા. બીજે દિવસે કોકા બીરબલના તંબુમાં ગયો, ત્યાં બધા માણસો સલાહ કરવા ભેગા થયા, ઘણાએ પાછા ફરવાની સલાહ આપી. કોકાએ કહ્યું “ આગળ તેમજ પાછળ સાંકડા ઘાટ આવેલા છે, લશ્કરના માણસો પણ થાકી પાકી ગયા છે, પઠાણોએ સઘળા રસ્તા ઘેરી લીધા છે. આપણે આ ઠેકાણે મુકામ કર્યો છે એ એક રીતે આપણે માટે બહુજ સારું છે, કેમકે અહીંયા આપણને ઘાસ ચારો અને રસદ વગેરે મળી શકે તેમ છે; એટલે થોડા દિવસ મુકામ કરી-થાક ઉતારી, ત્યાર બાદ પઠાણોને એકદમ મારી હઠાવીશું. જો આ વાત માન્ય ન હોય તો પછી પઠાણો જોડે સંધિ કરી લઈ તેમનો બધો માલ અસ્બાબ અને કેદીઓ પાછા દઈએ અને જો એમ પણ ઇચ્છા ન હોય તો પછી આ મુકામે જ આપણે એટલા દિવસ સુધી પડાવ નાંખવો જોઈએ કે ઘાટોની રક્ષા માટે આપણે સર્વ એહવાલ દિલ્હી લખી મોકલી લશ્કર મંગાવી શકીએ, એટલે કોઈ પણ પ્રકારની હાનિ વિના અહીંથી આપણે નીકળી શકીશું.” વિધાતાના લેખ ઉપર મેખ મારનાર