હલાવીને જગાડ્યો. ખોજો બીચારો ગભરાઈને ઉઠ્યો અને બીરબલને જોતાંજ ગભરાઈ ગયો.
બીરબલે પૂછ્યું “કમબખ્ત અહીંયાં શું કરતો હતો?”
ખોજાએ કહ્યું “મહારાજ ! હું જે કાંઈ બોલીશ તે સાચે સાચું જ બોલીશ. હંમેશ મ્હને ખુદાવિંદ બિછાનું સારૂં નહીં હોવા બાબત ઠપકો આપતા હતા, એટલે આજે મ્હેં ઘણીજ સફાઈ અને કાળજીથી બિછાનું પાથર્યું. ત્યાર પછી મ્હને એવો વિચાર થયો કે એવા બિછાના ઉપર બાદશાહ સલામતને ઉંઘ આવશે કે કેમ? એમ ધારીને હું બીછાના ઉપર સૂતો, પણ થાકેલો પાકેલો હોવાથી આવા કોમળ બિછાનામાં તરતજ ઉંઘ આવી ગઈ. આપ નામદાર મારી આટલી કસૂર માર્ફ કરો.”
બીરબલે તેને ત્યાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો. બાદશાહ આ બધો તમાશો જોઈ બીરબલની વાત ખરી પડેલી જાણી તેની બુદ્ધિમત્તાના વખાણ કરવા લાગ્યો.
વાર્તા ૧૦૦.
ડાહી માના દીકરા.
એક દિવસે બાદશાહ અને બીરબલ ગપસપ મારતા બેઠા હતા. ગ્રીષ્મઋતુનો પ્રખર તાપ પડવા છતાં બગીચામાંના ઝાડોને કારણે મંદમંદ પવનની લહેરો આવતી હતી, જે તાપથી અકળાયલા મનને કાંઈક શાંતિ આપી જતી હતી. એ લ્હેરોનો લ્હાવો લેતાં લેતાં બાદશાહને કાંઈક વિચાર થઈ આવતાં તેણે બીરબલ તરફ જોઈ કહ્યું “બીરબલ !