પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
બીરબલ વિનોદ.


વાણીયાઓને ‘ડાહી માના દીકરા’ કહેવામાં આવે છે, તે શું સત્ય હશે ?”

બીરબલ બોલ્યો “ જહાંપનાહ ! ખરેખર, વાણીયા જેવા ડાહી માના દીકરા બીજા કોઈ ભાગ્યે જ હશે.”

બાદશાહે કહ્યું “વારુ, ત્યારે તું એનો પુરાવો આપી શકીશ ?”

બીરબલ બોલ્યો “હુઝૂર! આપ કહો તો અત્યારે જ આપું.” એમ કહી તેણે થોડાક મગ મંગાવીને બાદશાહ આગળ મેલ્યા અને શહેરમાંથી ચાર શાહુકાર વાણીયાઓને બોલાવી મંગાવ્યા. થોડીવારમાં વાણીયાઓ આવી લાગતાં બીરબલે તેમને પૂછ્યું “શેઠજી ! આ અનાજનું નામ શું?”

ડાહી માના દીકરાઓ વિચારમાં પડ્યા કે આજે આ જાણીતા અનાજનું નામ બાદશાહ આ૫ણને પૂછે છે, માટે એમાં કાંઈ ભેદ હોવો જોઈએ. એટલે બહુ વિચાર કરીને જ જવાબ આપવો, કેમકે જો આપણે ખરો જવાબ આપીશું તો બાદશાહ આપણને કાંઈ વાંકમાં લાવી સજા કરશે તો બૈરી છોકરાં રડતાં થઈ જશે. તેમને વિચારમાં પડેલા જોઈ બાદશાહે પૂછ્યું “કેમ, શેઠ ! વિચારમાં કેમ પડી ગયા? આ અનાજનું નામ કહી આપો ને ?”

એટલે એક વાણીયાએ થોડાક મગ હાથમાં લઈ કહ્યું “હુઝૂર ! આતો અડદ જણાય છે ! !” બીજો બોલ્યો “અરે, આતો કાંઈ મરી જેવું છે !”

ત્રીજોને કહેવા લાગ્યો “ વટાણા કરતાં કંઈક ન્હાનું અનાજ છે, પણ એનું નામ યાદ નથી આવતું.”