પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
બીરબલ વિનોદ.

એક કલાક સુધી ચાલ્યો અને તે અરસામાં પાંચસો આંધળાની યાદીમાં અને એક સો દેખતાની યાદીમાં નામ લખાયાં.

જ્યારે જવાનો વખત થયો, ત્યારે બીરબલે પેલા કારકુન પાસેથી યાદી લઈને બાદશાહને દેખાડી. આંધળાની યાદીમાં પ્રથમ જ પોતાનું નામ જોઈ બાદશાહે આશ્ચર્ય પામીને પૂછ્યું “બીરબલ ! તેં આ આંધળાની યાદીમાં મ્હારૂં નામ કેમ લખાવ્યું? અને તે પણ વળી પહેલુંજ ?”

બીરબલે હાથ જોડી નમ્રતાપૂર્વક કહ્યું “જહાંપનાહ ! જે વખતે આપણે અત્રે આવ્યા અને હું ખાટલો ભરવા બેઠો, તે વખતે આપે પ્રત્યક્ષ નઝરે જોવા છતાં મ્હને પ્રશ્ન કર્યો કે “બીરબલ ! તે આ શું કરવા માંડ્યું ?” મને ખાટલો ભરતો જોઈ જેમણે એ સવાલ કર્યો, તેમનાં નામ આંધળાની યાદીમાં દાખલ કર્યા અને જેમણે મને પૂછ્યું કે “ આજે તો તમે કાંઈ ખાટલો ભરવા મંડી ગયા છો !” તેમનાં નામ દેખતાની લીસ્ટમાં દાખલ કર્યા. તેઓ જ ખરેખરા દેખતા છે, એવા દેખનારાઓની સંખ્યા ઘણી જ ઓછી છે અને આંધળાઓની તેથી છ ગણી છે.

બાદશાહ બીરબલની આવી ચતુરાઈ જોઈ ઘણોજ આનંદ અને આશ્ચર્ય પામ્યો અને તેને મહેલમાં લઈ ગયો.

વાર્તા ૧૦૩.

આરસીમાં મોહરો.

એક ગરીબ માણસને એક દિવસે રાત્રે એવું સ્વપ્નું આવ્યું કે, એક ચોકસ ગુણિકાને ત્યાં તે આખી રાત રહ્યો અને તેના બદલામાં તેને દસ મોહર આપવાની કબુલાત કરી.