પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
આ કઈ કોટડીની કુંચીયો છે?

મળે તેમજ પહેવાને કપડાં મળે તો પછી કામ કરવાની તેને જરૂર ન જણાય, એ સ્વાભાવિક છે. એટલે લોકોને જાણી બુજીને આળસુ બનાવવાનો અપરાધ બાદશાહને માથે આવતો હતો. તેણે બીરબલને સાચા આળસુ શોધી કાઢવાની આજ્ઞા આપી. બીરબલે તેજ વખતે નોકરોને બોલાવી આજ્ઞા આપી કે “નદી કિનારે ઘાસની ઝુંપડીઓ તૈયાર કરાવી બધા આળસુઓને ત્યાં રાખો.”

જ્યારે તે પ્રમાણે પ્રબંધ કરી ચુકાયો અને બધા આળસુઓ નિરાંતે પગ લાંબા કરીને પડ્યા હતા, કેટલાક ટોળ ટપ્પે લાગ્યા હતા, એટલે બીરબલે લાગ જોઈ પોતાના નોકરોને પેલી ઝુંપડીઓ ચુપચાપ પાછળથી સળગાવી મૂકવાનો હુકમ આપ્યો. ઝુંપડીઓ સળગતાંજ જે બનાવટી આળસુ હતા તેઓ બ્હાર નીકળી ન્હાસવા લાગ્યા, ફક્ત બેજ સાચા આળસુ હતા, તેઓને આગમાંથી બચાવી બાદશાહ આગળ રજુ કર્યા. બાદશાહે બીરબલની બુદ્ધિમત્તા અને કાર્યદક્ષતા માટે ઘણાં જ વખાણ કર્યા.

વાર્તા ૧૦૬.

આ કઈ કોટડીની કુંચીયો છે?

બીરબલે એક દિવસે પોતાની દાસીના બાદશાહ આગળ વખાણ કર્યા એટલે બાદશાહે કહ્યું “ઠીક, ત્યારે એને બોલાવો, હું પણ જોઉં તો ખરો કે, તે કેવી ચતુર છે ?!”

બીરબલે સીપાહીને મોકલી દાસીને બોલાવી મંગાવી. દાસી આવી લાગતાં તેની કમ્મરે લટકતી કુંચીયો તરફ