પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
આપ જગત્‌પિતા છો.

બીરબલ બોલ્યો “ જહાંપનાહ ! એક પુત્ર છે.”

આ સાંભળી બાદશાહે કહ્યું “ ઓહો, ખાનખાનાનાં લગ્ન થયે હજુ ત્રણ વર્ષ થયાં હશે એટલામાં તો, તેમને ત્રણ પુત્રો પણ થયાં અને તમારે માત્ર એકજ પુત્ર?!”

બીરબલે કરસમ્પુટ કરી કહ્યું “નામદાર ! એમની પાસે સિપાહીઓ પણ ઘણા છે ને ? !”

આ જવાબ સાંભળી બાદશાહ ખડખડાટ હસી પડ્યો, પણ ખાનખાનાનને પગથી માથા સુધી આગ લાગી ગઈ પણ કરે શું?

વાર્તા ૧૦૯.

આપ જગત્‌પિતા છો.

એક દિવસ દરબારમાં એક ગુણિકાના છોકરાનો કેસ ચાલતો હતો. તે દરમિયાન બાદશાહ વારંવાર ઉપહાસ તરીકે પેલી ગુણિકાને સવાલ કરતો કે “આ છોકરાના પિતાનું નામ શું?” પરંતુ, બીચારી ગુણિકા લજ્જિત થઈ માથું નમાવી લેતી. આ તમાશો જોઈ બીરબલથી ન રહેવાયું. તેણે બાદશાહને સંબોધી કહ્યું “પૃથ્વિનાથ ! આપ જગત્‌ના પિતા છો, એટલે એમજ સમજી લો કે, એ છોકરો આપનોજ છે.”

એ ઉત્તર સાંભળી બાદશાહ ઘણોજ લજ્જિત થયો.