પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
બીરબલ વિનોદ.

વાર્તા ૧૧૦.

તમને પણ મારી આજ્ઞામાં રહેવું પડશે.

એક દિવસે અબુલ ફઝલે બાદશાહની રૂબરૂમાં બીરબલને કહ્યું “બીરબલ ! તમને આજથી બાદશાહે કૂતરાઓના અફસર નીમ્યા છે.”

બીરબલે તરત જ ઉત્તર આપ્યો “ઘણું જ સારું થયું, કેમકે હવે તમને પણ મ્હારી આજ્ઞામાં રહેવું પડેશે.”

આ પ્રત્યુત્તર સાંભળતાંજ બાદશાહ હસી પડ્યો અને વઝીર ઘણો જ શરમિંદો થઈ ગયો.

વાર્તા ૧૧૧.

હું એને ભૂલી ગયો.

એક દિવસ બાદશાહે કહ્યું “બીરબલ ! તમારી સ્ત્રી અતિ સ્વરૂપવાન છે?”

એ સાંભળતાંજ બીરબલે તરત ઉત્તર આપ્યો “હુઝૂર! હું પણ એમજ સમજતો હતું, પરંતુ જ્યારથી મ્હેં બેગમ સાહેબને જોયા છે, ત્યારથી હું એને ભૂલી ગયો છું.”

બાદશાહ આ ઉત્તર સાંભળી ખુશ પણ થયો તેમ લજ્જિત પણ થયો.

વાર્તા ૧૧૨.

સૂર્ય પશ્ચિમમાં કેમ સંતાય છે?

એક દિવસ બાદશાહ સંધ્યા સમયે બાગમાં બેઠો જમુનાના જળ તરંગોની બહાર જોતો હતો, એવામાં