પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
એકને બદલે હઝાર.

આવીને ફૈઝીના જોડા ચોરી ગયો. નમાઝ ખલાસ થતાં ફૈઝી જોડા શોધવા લાગ્યો, પણ ગેબ થયેલા જોઈ આમતેમ નઝર ફેરવતો ઉભો રહ્યો. બીરબલ તેની પરિસ્થિતિને કળી ગયો હતો એટલે, જ્યારે બ્હાર નીકળતી વખતે બાદશાહે ફૈઝીને પૂછ્યું “ફૈઝી ! ચાલતા કેમ નથી ?” ત્યારે તેણે ઝટ ઉત્તર આપ્યો “હુઝૂર જૂતોં કે મારે ખડે હેં.”

વાર્તા ૧૨૬.

એકને બદલે હઝાર.

એક પ્રસંગે એક અમીરને ત્યાં તેના પુત્રના લગ્ન- પ્રસંગે મેહફિલ રાખવામાં આવી હતી. બાદશાહ તેમજ સૌ દરબારીયો પણ હાઝર હતા. પેલા અમીરે બીરબલના જોડા સંતાડી દીધા. જ્યારે મેહફિલ ખલાસ થઈ, ત્યારે બીરબલને જોડા ન જડ્યા. બાદશાહ, દરબારીયો અને પેલો અમીર પણ પાસેજ ઉભા હતા. અમીરે બીરબલને પૂછ્યું “કેમ, રાજાજી ! શું શોધો છો?”

બીરબલ બોલ્યો “મ્હેં અહીં જોડા ઉતાર્યા હતા, પણ કોઈ અહીંથી ઉપાડી ગયું લાગે છે. ”

અમીરે કહ્યું “ચાલો, ખેર.” એમ કહી તેણે પોતાના એક સેવકને આજ્ઞા કરી કે “ જાવ, આજે મ્હારા તરફથી રાજાજીને જોડા આપો.”

બાદશાહ અને અન્ય દરબારીયો એ દ્વિઅર્થી વાક્ય સાંભળી સહેજ હસ્યા. એવામાં ચાકરે બીરબલને નવા જોડા લાવી આપ્યા, જે પહેરતાં બીરબલે આશિર્વાદ રૂપે પેલા અમીરને કહ્યું “ખુદા તમને આલોક અને પરલોકમાં, આ