પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭
ખુશ કે નાખુશ.

વાર્તા ૧૩૩.

ખુશ કે નાખુશ.

એક દિવસ બાદશાહે પૂછયું “ બીરબલ! રમઝાન ખુશી થઈને જાય છે કે નાખુશ? !” બીરબલ બોલ્યો “હુઝૂર! ખુશ થઈને જાય છે.” બાદશાહે પૂછયું “કેવી રીતે ?! બીરબલે ઉત્તર આપ્યો “ જહાંપનાહ! જો ખુશ થઈને ન જતો હોય તો દર વર્ષે વગર બોલાવ્યે શા માટે આવે ?

આ સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો.

વાર્તા ૧૩૪.

સોયા સો ચૂકા.

એક દિવસ બીરબલ કુંજડા-કાછીયા નો વેશ લઈ બાદશાહના મહેલ પાસે જઈ પહોંચ્યો. બાદશાહે તેને પૂછ્યું “ સોયા કિસ ભાવ દેગા ? બીરબલ બોલ્યો “ ટકે સેર."

પછી બાદશાહે પૂછયું “ઓર ચૂકા કયા ભાવ હે ?” બીરબલે ઉત્તર આપ્યો “સોયા સો ચૂકા.”

બાદશાહ એ ઉત્તર સાંભળી પેલા કાછીયાને ધ્યાન પૂર્વક જોવા લાગ્યો અને તેને ઓળખી લઈ ખડ્ખડ્ હસવા લાગ્યો, તથા તેને ભારે ઈનામ આપ્યું.