પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
ગધેડાનો નાચ.


વાર્તા ૧૩૬.

ગધેડાનો નાચ.

એક પ્રસંગે બાદશાહ બપોરના સમયે મહેલના ઝરોખામાં બીરબલ સાથે વાર્તા વિનોદ ચલાવતો બેઠો હતો. એવામાં સ્હામે યમુના કિનારે ગધેડાને નાચતો જોયો, એટલે તેણે બીરબલને પૂછયું ” બીરબલ!:-

કિસ કારન યે નાચે ગધ્ધા?"'

બીરબલે તરતજ ઉત્તર આપ્યો કે: –

આગે નાથ ન પીછે પગહા,
ઇસ કારન યે નાચે ગધ્ધા.

બાદશાહ એ ઉત્તર સાંભળી ઘણો જ આનંદ પામ્યો.

વાર્તા ૧૩૭.

“મલ” શબ્દનો અર્થ શો?

એક દિવસ એક સંસ્કૃત જાણનાર મુગલે રાજા ટોડરમલને લજ્જિત કરવા માટે દરબારમાં પૂછયું “ રાજા સાહેબ! મલ શબ્દનો શો અર્થ થાય છે ?”

ટોડરમલ તો કાંઈ બોલ્યો નહીં, પરન્તુ બીરબલે તરતજ ઉત્તર આપ્યો કે “ મિરઝા સાહેબ ! મલ અને બેગ એ બન્ને શબ્દોના અર્થ એકજ થાય છે.”

આ ઉત્તર સાંભળી પેલો મુગલ પોતેજ લજ્જિત થઈ ચુપ થઈ ગયો. (સંસ્કૃતમાં મલ અને બેગ એ બન્ને શબ્દોનો અર્થ વિષ્ટા થાય છે અને બેગ શબ્દ બધા મુગલોના નામ પાછળ લગાડવામાં આવે છે, જેમકે અફ ઝલ બેગ, નુસરત બેગ વગેરે.)