પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
ઉંટ ગરદન વાંકી કેમ ?.

સારી જે માણસને સર્વપ્રીય બનાવે છે. ફૂલ કપાસનું ઉત્તમ, જેના વડે સંસારમાં લજજા જળવાય છે અને રાજાઓમાં ઈન્દ્ર મ્હોટો, જે વરસાદ વરસાવી ચરાચરનું પાલન કરે છે.”

આ ઉત્તરો સાંભળી બાદશાહે બીરબલને કોટિશઃ ધન્યવાદ આપી બહુમૂલ્ય ઈનામ આપ્યું.

વાર્તા ૧૪૨.
ઉંટની ગરદન વાંકી કેમ?

એક સમયે બાદશાહે બીરબલને એક જાગીર આપવાનું વચન આપ્યું, પરંતુ જ્યારે આપવાનો વખત આવ્યો ત્યારે પોતાની ગરદન વાંકી ફેરવી લીધી. બીરબલ તે વખતે કાંઈ પણ ન બોલ્યો. એક દિવસ બાદશાહ અને બીરબલ કરવા નીકળ્યા, એવામાં ત્યાંથી એક ઉંટ વાંકી ગરદન રાખી નીકળ્યો. બાદશાહે બીરબલને સવાલ કર્યો કે “ બીરબલ ! આ ઉંટની ગરદન વાંકી કેમ હશે?”

બીરબલે તરતજ ઉત્તર આપ્યો કે “હુઝૂર! એણે પણ કોઈને જાગીર આપવાનું વચન આપ્યું હશે.”

આ જવાબ સાંભળતાંજ બાદશાહને પોતે આપેલું વચન યાદ આવી ગયું, એટલે તે બહુજ લજ્જિત થયો અને એક મોટી જાગીર બીરબલને બક્ષીસ આપી.

વાર્તા ૧૩૪.
બીરબલની પુત્રી.

એક ઉત્સવ પ્રસંગે બાદશાહને ત્યાં બીરબલના મકાનના બધા માણસોને મહીના સુધી મહેમાન રાખવામાં