પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
કોને કોને ધિક્કાર છે?

એક ખોજો બાદશાહના પૌત્રને હંમેશ બાદશાહ પાસે લઈ જતો, તેને બીરબલે મીણનું બનાવેલું પુતળું આપી કહ્યું કે “એ પુતળાને શાહઝાદાનાં વસ્ત્રો પહેરાવી, બાદશાહ બાગમાં ફરતા હોય ત્યારે, તે જુવે એવી રીતે પુતળાને ગો- દમાં લઈ, દૂરથી આવતાં આવતાં હોઝમાં પડી જજે.”

ખોજાએ તે વાત કબુલ કરી. એજ દીવસે સ્હાંજે બાદશાહ અને બીરબલ બાગમાં ફરતા હતા, એવામાં બીર- બલે પુતળાને લઈને આવતા ખોજા તરફ બાદશાહનું ધ્યાન ખેંચ્યું. બાદશાહ પૌત્રને રમાડવા માટે ઉત્સુક બન્યો, એવામાં તો ખોજો પેલા પુતળા સમેત હોઝમાં પડી ગયો એ બનાવ જોઈ બાદશાહ એકદમ દોડ્યો અને હોઝમાં પડતું નાંખી, પેલા પુતળાને બહાર કાઢી લાવ્યો.

બાદશાહ બહાર નીકળ્યો એટલે તરતજ બીરબલે કહ્યું “ જહાંપનાહ! આપની પાસે કેઈ સેવક ન હતો, કે તમે પોતે પૌત્રને બચાવવા દોડી જઈ હોઝમાં કુદયા? કૃપાનિધાન! એ કેવળ મોહનું કારણ છે. જેવા પ્રકારે આપને આપની સંતતિ જોડે પ્રેમ છે એવી જ રીતે શ્રીકૃષ્ણને પોતાના ભક્તો પર પ્રેમ છે. ”

બાદશાહ પોતાના સવાલનો જવાબ મળી ગયેલો જોઈ અત્યંત પ્રસન્ન થયો.

વાર્તા ૧૪૫.

કોને કોને ધિક્કાર છે?

એક દિવસે બાદશાહે સવાલ કર્યો કે “ બીરબલ ? કોને કોને ધિક્કાર છે ?”