પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
બીરબલ વિનોદ.

બીરબલે હાથ જોડી કહ્યું “હુઝૂર! નગરના પટવા- રીને, હાડકાંના વહેપારીને, જુગારના ખેલાડીને, કંગાળની સરદારીને, ઘરડાની ઝિનાકારી (પરસ્ત્રી સંસર્ગ)ને, હાકિમોની રિસ્તેદારી (સગાઈ સંબધો)ને, મૂર્ખની મિત્રાચારીને, નીચની દિલદારી (પ્રેમ)ને, કટાયલી કટારીને, ખરાબ સડક ઉપર બળદગાડીની સવારીને, ભૂખી-લૂખી સરદારીને, શિયાળના શિકારીને અને કુલટા નારીને ધિક્કાર છે.” બાદશાહે બીરબલના આ ચાતુર્ય પૂર્ણ ઉત્તરથી અત્યંત પ્રસન્ન થઈ ભારે ઈનામ આપ્યું.

વાર્તા ૧૪૬.

બેટા રોતા થા.

એક દિવસ બીરબલ દરબારમાં હાઝર ન થઈ શક્યો, એટલે બાદશાહે તેને બેલાવી લાવવા સીપાહી મોકલ્યો. સીપાહીએ બીરબલ પાસે જઈ કહ્યું બાદશાહ સલામત આપને યાદ ફરમાવે છે, માટે તાકીદે ચાલો” પણ બી- રબલે તેને માત્ર “હમણાં જ હાઝર થાઉં છું, તમે જાવ.” એમ કહી વિદાય કર્યો. સીપાહીએ બીરબલે આપેલો જવાબ બાદશાહને કહી સંભળાવ્યો. બાદશાહે વળી પાછી અડધી કલાક સુધી વાટ જોઈ, પણ બીરબલનો પત્તો જ નહીં, એટલે પાછો સીપાહીને તેડવા મોકલ્યો. બીજી વખત પણ બીરબલે ઉપલોજ જવાબ આપી તેને પાછો કાઢ્યો. ફરી પાછો અડધો કલાક વીતી જતાં ત્રીજીવાર સીપાહીને રવાના કરવામાં આવ્યો, પરંતુ બીરબલે ઉપલો ઉત્તર આપી તેને પાછો કાઢ્યો. હવે તો બાદશાહથી ન રહેવાયું, તેણે એક