પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બેટા રોતા થા
૧૮૭


અમલદારને હુકમ કર્યો કે “જાવ, જલ્દીથી તેને બોલાવી લાવ, અને જો ન આવે તો પકડીને હાઝર  કરો.”

પેલો અમલદાર બીરબલને ઘેર ગયો અને બાદશાહનો હુકમ કહી સંભળાવ્યો. બીરબલે વિચાર કર્યો કે 'હવે જો આનાકાની કરી તો માઠું પરિણામ ઉદ્દભવવાનો સંભવ છે.' એટલે તે ઝટ તૈયાર થયો અને બાદશાહ સામે હાઝર થઈ ગયો. તેણે સલામ કરી, પણ બાદશાહે ગુસ્સાને કારણે તેનો જવાબ ન આપ્યો અને ઉલ્ટો ક્રોધમાંજ સવાલ કર્યો “કેમ બીરબલ ! આજે તને બોલાવવા માટે ત્રણ વાર સીપાહીને મોકલવો પડ્યો, છતાં તારું “આવું છું.” વાકય પુરૂં ન થયું ? આટલી બધી વાર તેં શા કારણે લગાડી ?”

હાઝર જવાબ બીરબલે તરતજ હાથ જોડી અરઝ કરી “ હુઝુર ! દીકરો રડતો હતો, તેને સમજાવતાં આટલો બધો વખત ગાળવો પડ્યો.”

બાદશાહે વધુ ગુસ્સામાં કહ્યું “તું આવા રોકડીયા ઉત્તર આપી મ્હને પણ બનાવવા ચાહે છે? બાળકને તે સમજાવતાં શી વાર લાગે ? તેને મનગમતી ચીજ આપી કે તરત છાનું થઈ જાય.

બીરબલે કહ્યું “જહાંપનાહ! બાળકને કેવી રીતે સમજાવવો એનો અનુભવ હજુ આપને થયો નથી, એટલે બાળહઠ વિષે આપ શું જાણો?”

હવે બાદશાહને ગુસ્સો સહેજ નરમ પડયો હતો. તેણે કહ્યું બીરબલ! તારા જેવો ચતુર પુરૂષ બાળકને ન સમ-